Black Rice Remedies: ચોખા અલગ અલગ પ્રકારના મળે છે. ચોખાનો ઉપયોગ ભાત સહિતની વાનગીઓ માટે સૌથી વધુ થાય છે. આ સિવાય ચોખાનો ઉપયોગ પૂજામાં પણ થાય છે. જ્યોતિષમાં ચોથાને અક્ષત કહેવાય છે. ચોખાને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. ચોખાનો ઉપયોગ ભગવાનની પૂજા સહિત કોઈપણ શુભ કાર્યમાં થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોખા વિના કોઈપણ ધાર્મિક કાર્ય થઈ શકતું નથી. મોટાભાગે પૂજા કરવામાં સફેદ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે સફેદ ચોખા સિવાય કાળા ચોખાના ઉપયોગથી પણ કેટલાક ટોટકામાં કરવામાં આવે છે. આ ટોટકા કરવાથી  જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કાળા ચોખાના આવા ટોટકા વિશે જે જીવનની સમસ્યાઓને દુર કરી શકે છે.


આ પણ વાંચો:


1 ઓક્ટોબરથી બદલી જશે આ રાશિના લોકોનું નસીબ, બુધ દેશે અઢળક ધન, ભરાઈ જશે તિજોરી


1100 વર્ષ પછી સમાપ્ત થશે રાહુ-ગુરુનો દુર્લભ સંયોગ, આ 3 રાશિના ખરાબ દિવસો થશે પુરા


Grah kalesh Upay: ઘરમાં વારંવાર થાય છે ક્લેશ? જાણો તેના કારણે અને નિવારણ માટેના ઉપાય


કાળા ચોખા ઉપાયો


1. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા રહે તો એક સફેદ કપડામાં કાળા ચોખા બાંધીને સોમવારે માતા કાલીના ચરણોમાં અર્પણ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવન ખુશીઓથી ભરેલું રહે છે.


2. જો તમને નોકરીમાં કે વેપારમાં સફળતા નથી મળી રહી. અથવા નવી નોકરી મેળવવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો શનિવારે શનિ મંદિરમાં જઈ શનિદેવને સરસવના તેલમાં કાળા ચોખા ઉમેરી અર્પણ કરો. આ સાથે શનિ મંત્રનો જાપ કરો. 
 
3. વિવાહિત જીવનમાં સુખ અને સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય તો પીપળાના ઝાડમાં પાણીમાં અર્પણ કરો અને તેમાં કાળા ચોખા ઉમેરો. આ સિવાય શનિવારે તેલના કાળા ચોખા ઉમેરી પીપળાના ઝાડ નીચે દીવો પ્રજ્વલિત કરો. આમ કરવાથી જલ્દી જ સંતાન સુખ પ્રાપ્ત થશે.


4. જો તમારું કોઈ કામ ઘણા દિવસોથી અટકેલું હોય તો તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની એવી તસવીર લગાવો જેમાં તે ઉડતા હોય સાથે જ કાળા ચોખાની પોટલી બનાવીને હનુમાનજીની તસવીર પાછળ લગાવો. આમ કરવાથી તમારું કામ કોઈ પણ સમસ્યા વિના પૂર્ણ થશે.


5. જો તમે ઘરમાં કોઈ ઘણા દિવસોથી બીમાર હોય તો પાણીમાં દૂધ અને કાળા ચોખા મિક્સ કરી સોમવારે શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી તમને જલ્દી જ બીમારીથી છુટકારો મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)