Guru Rahu Yuti: 1100 વર્ષ પછી સમાપ્ત થશે રાહુ-ગુરુનો દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોના ખરાબ દિવસો થશે પુરા

Guru Rahu Yuti: હાલની ગ્રહોની સ્થિતિ અનુસાર 1113 વર્ષ સુધી ચાલેલો ગુરુ અને રાહુનો દુર્લભ સંયોગ આ વર્ષે 30 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પરિવર્તનની તમામ 12 રાશિઓના લોકો પર શુભ અને અશુભ અસર થશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને 30 ઓક્ટોબર પછી લાભ જ લાભ થવાના છે. ચાલો તમને જણાવીએ કઈ છે આ રાશિઓ

Guru Rahu Yuti: 1100 વર્ષ પછી સમાપ્ત થશે રાહુ-ગુરુનો દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોના ખરાબ દિવસો થશે પુરા

Guru Rahu Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયાંતરે પોતાની રાશિ બદલતા રહે છે. જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે કેટલાક સંયોગ પણ રચાય છે. ખાસ કરીને જ્યારે બે પ્રભાવશાળી ગ્રહનો સંયોગ રચાય અથવા તો મહાદશા સમાપ્ત થાય તો તેની સીધી અસર દરેક રાશિના લોકોના સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ, કારકિર્દી અને નોકરી-વ્યવસાય પર પડે છે. 

હાલની ગ્રહોની સ્થિતિ અનુસાર 1113 વર્ષ સુધી ચાલેલો ગુરુ અને રાહુનો દુર્લભ સંયોગ આ વર્ષે 30 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પરિવર્તનની તમામ 12 રાશિઓના લોકો પર શુભ અને અશુભ અસર થશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને 30 ઓક્ટોબર પછી લાભ જ લાભ થવાના છે. ચાલો તમને જણાવીએ કઈ છે આ રાશિઓ

આ પણ વાંચો:

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે આ સમય સોનેરી સાબિત થશે. ગુરુ અને રાહુના સંયોગનો અંત તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવશે. આ રાશિના જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે. સામાજિક કાર્યોમાં તમને સફળતા મળશે. તમને પૈસા, સન્માન અને કારકિર્દીમાં સફળતા મળશે. જે દંપતીઓ નિઃસંતાન છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, યુવાનો માટે લગ્ન માટે આ સારો સમય છે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે.

સિંહ રાશિ 

આ સંયોગનો અંત સિંહ રાશિના લોકો માટે પણ શુભ રહેશે. આ રાશિના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સારા પરિણામ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે અને વ્યાપારીઓને વિશેષ સફળતા મળશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને તમને પૈતૃક સંપત્તિમાં લાભ મળશે.

ધન રાશિ

ધન રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ શુભ છે. આ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે. આ દુર્લભ સંયોગના અંત સાથે તમારા ભાગ્યમાં સંપત્તિ અને સન્માન વધવા લાગશે. તમે ધાર્યા કરતા વધુ ધન લાભ મેળવી શકો છો. તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news