Grah kalesh Upay: ઘરમાં વારંવાર થાય છે ક્લેશ? જાણો તેના કારણે અને નિવારણ માટેના ઉપાય

Grah kalesh Upay: ઘણા ઘરમાં રોજ કલેશનું વાતાવરણ જોવા મળે છે. વારંવાર થતા ક્લેશના કારણે ઘણીવાર સંબંધો પણ તૂટી જાય છે. જ્યોતિષ શાસ્ત્રના મતે આ રીતે વારંવાર થતા ક્લેશનું કારણ કેટલાક વાસ્તુ દોષ હોય શકે છે. આ દોષ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે છે જેના કારણે વિવાદ વારંવાર થાય છે.  જો તમારા ઘરમાં દોષના કારણે લડાઈ-ઝઘડા થતા હોય તો તેને દુર કરવા માટે તમે આ ઉપાયો કરી શકો છો. 

Grah kalesh Upay: ઘરમાં વારંવાર થાય છે ક્લેશ? જાણો તેના કારણે અને નિવારણ માટેના ઉપાય

Grah kalesh Upay: દરેક વ્યક્તિના પરિવારમાં નાની-મોટી વાતને લઈને ઘણીવાર ઝઘડા થઈ જતા હોય છે. આવું થાય ત્યારે થોડા દિવસ ઘરમાં તંગદિલીનું વાતાવરણ રહે છે. પરંતુ પછી બધું બરાબર થઈ જાય છે. જો કે કેટલાક લોકોની સમસ્યા અલગ હોય છે. ઘણા ઘરમાં રોજ કલેશનું વાતાવરણ જોવા મળે છે. વારંવાર થતા ક્લેશના કારણે ઘણીવાર સંબંધો પણ તૂટી જાય છે. જ્યોતિષ શાસ્ત્રના મતે આ રીતે વારંવાર થતા ક્લેશનું કારણ કેટલાક વાસ્તુ દોષ હોય શકે છે. આ દોષ ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે છે જેના કારણે વિવાદ વારંવાર થાય છે.  જો તમારા ઘરમાં દોષના કારણે લડાઈ-ઝઘડા થતા હોય તો તેને દુર કરવા માટે તમે આ ઉપાયો કરી શકો છો. 

કયા વાસ્તુ દોષ કરાવે છે ઘરમાં ક્લેશ

આ પણ વાંચો:

- જો ઘરના મુખ્ય દ્વાર સામે ઝાડ, હેન્ડપંપ હોય અથવા મંદિરનો પડછાયો પડતો હોય તો તે અશુભ છે.
- જો ઘરમાં તાજમહેલની તસવીર કે પ્રતિમા રાખી હોય તો પણ આવું થઈ શકે છે.
- ઘરમાં ડૂબતી હોડી, ત્રિશૂળ, ભાલા, સિંહની હિંસક તસવીર રાખવાથી પણ નકારાત્મક ઊર્જા વધે છે. 
- બેડરૂમમાં અરીસો યોગ્ય જગ્યાએ ન લગાવેલો હોય તો પતિ-પત્ની વચ્ચે ક્લેશ થાય છે.
- ઘરનું રસોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય તો પણ વિવાદ વધે છે.
 
વાસ્તુ દોષ દુર કરવાના ઉપાયો

- અશુભ ગ્રહોના દોષને દૂર કરવા માટે તેમનાથી સંબંધિત મંત્ર જાપ અને પૂજા કરો.
- પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સદભાવ જાળવવા માટે ઘરમાં બનતી પહેલી રોટલીના ચાર સરખા ટુકડા કરી અને એક ગાય, એક કાળા કૂતરાને, એક કાગડાને એક ટુકડો ચાર રસ્તા પર રાખવો.
- આસોપાલવના 7 પાનને પૂજા રૂમમાં રાખવા અને તે સુકાઈ ગયા પછી તેને બદલી સુકાયેલા પાંદડાને પીપળાના ઝાડ નીચે રાખી દેવા.
- ચંદ્ર ગ્રહના અશુભ પ્રભાવથી વિવાદ થતા હોય તો તેને દૂર કરવા માટે સોમવારે સવારે બાવળના ઝાડમાં કાચું ગાયનું દૂધ ચઢાવો.
- ઘરમાં પોતા કરવાના પાણીમાં મીઠું ઉમેરવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news