વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો નિશ્ચિત સમયે ગોચર કરીને શુભ અને રાજયોગનું નિર્માણ કરતા હોય છે. જેની અસર માનવજીવન પર પડે છે. અત્રે જણાવવાનું કે બુધ ગ્રહ 10 મેના રોજ એટલે કે અખાત્રીજના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. બુધનો સંયોગ અહીં પહેલેથી જ ગોચર કરી રહેલા સૂર્ય સાથે થશે. જેનાથી બુધાદિત્ય રાજયોગ બનશે. જ્યારે આ જ દિવસે લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બનશે. આવામાં અક્ષય તૃતિયા એટલે કે અખાત્રીજ પર આ બંને યોગ બનવાથી કેટલીક રાશિવાળાનું  ભાગ્ય ખુલી જશે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
બુધાદિત્ય રાજ્યોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. કરિયરમાં કોઈ મોટો મુકામ મળી શકે છે. વેપારીઓને અટવાયેલું ધન મળશે. ઉધારના પૈસા પાછા મળશે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. જે લોકોનું કામ માર્કેટિંગ, મીડિયા, બેંકિંગ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલું છે તેમને સારો એવો લાભ થશે. 


મિથુન રાશિ
બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાથી મિથુન રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં પ્રગતિ થશે. આ સાથે જ નોકરીમાં પ્રમોશન અને અન્ય લાભ મળવાના યોગ છે. તેનાથી તમારી પ્રસન્નતા વધશે અને તમારી કરિયરમાં શાનદાર ગ્રોથ થશે. આ સમયમાં નોકરીયાત લોકોને જૂનિયર અને સીનિયરનો સાથ મળશે. જે લોકો વેપારી છે તેમને સારો એવો ધનલાભ થઈ શકે છે. વેપારનો વિસ્તાર થશે. પિતા સાથે સંબંધ મજબૂત તશે. ધનની બચત કરવામાં પણ સફળ થશો. 


સિંહ રાશિ
બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આવનારા સમયમાં નવી નવી તકો મળશે. તમારા વેપારમાં ધનનો પ્રવાહ વધશે અને એકથી વધુ સ્ત્રોતથી આવક થશે. કોઈ સોર્સથી ધન કમાવવામાં સફળ થશો. તમને સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીથી સારો લાભ થઈ શકે છે. કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube