Brahma Muhurta: બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભ છે, જાણો શું છે બહ્મ મુહૂર્ત
Brahma Muhurta : બ્રહ્મ મુહૂર્ત એટલે પરમાત્માનો સમય. સવારે ઉઠીને ચોક્કસ સમયમાં કરવામાં આવતી ક્રિયાઓ આખુ જીવન ફળ આપે છે.. તેથી આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને વધુ મહત્વ અપાયું છે
Brahma Muhurta Mantra Jaap: આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બ્રહ્મ મુહૂર્ત એ સમય હોય છે જેમાં ભગવાન ધરતી પર આવે છે અને તે સમયે તમામ ધાર્મિક સ્થળોના પટ ખોલી દે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારી વ્યક્તિ પુષ્ટ, સ્વસ્થ, બળવાન, સુખી અને દીર્ઘાયુ બને છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૌંદર્ય, બળ, વિદ્યા, બુદ્ધિ અને સ્વાસ્થ્ય મળે છે.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આપણ જીવન માટે બહુ જ લાભકારી ગણાય છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ થાય છે. અને દિવસભર સ્ફૂર્તિ બની રહે છે. એવું માનવામાં આવે છે કે, રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી અસુરી અને ગુપ્ત શક્તિઓનો પ્રભાવ રહે છે. બ્રહ્મ મુહૂર્તમા અર્થાત 4 વાગ્યા બાદ પૃથ્વી પર ઈશ્વરનો વાસ હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બ્રહ્મ મુહૂર્ત એ સમય હોય છે, જ્યારે દેવતા ધરતી પર આવે છે અને તે સમયે ધાર્મિક સ્થળોના પટ ખોલી દેવાય છે. બ્રહ્મ મુહૂર્તમાં દેવતાઓને નમન કરવામાં આવે છે. તેમને સ્નાન કરાવીને સ્થાપિત કરવાનો વિધાન છે. રિસર્ચની માનીએ તો પ્રાત કાળ ઉઠવાથી આપણું તન અને મન બંને સ્વસ્થ રહે છે. અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. કારણ કે, આપણી પ્રાચીન પરંપરામાંઓમાં સવારે ઉઠવાનો સમય પણ નક્કી કરાયો છે.
અર્થવવેદથી 22 જાન્યુઆરી 2024 સુધી : અયોધ્યા નગરી 3000થી 3500 વર્ષ જૂની હોવાનો દાવો
શું છે બ્રહ્મ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત એટલે કે રાત્રનો અંતિમ પ્રહર અથવા સૂર્યોદયથી દોઢ કલાક પહેલાનો સમય. સૂર્યોદયથી ચાર ઘડી (લગભગ દોઢ કલાક) પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ. આ સમયે ઊંઘી રહેવું શાસ્ત્ર નિષેદ ગણાય છે. બ્રહ્મનો મતલબ પરમ તત્વ અથવા પરમાત્મા. મુહૂર્ત એટલે અનુકૂળ સમય. રાત્રિનો પ્રહર અર્થાત પ્રાત 4 થી 5.30 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાયો છે.
બ્રહ્મ મુહૂર્તનું મહત્વ
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવુ આપણા માટે બહુ જ લાભકારી છે. તેનાથી આપણું શરીર સ્વસ્થ થાય છે અને દિવસભર સ્ફૂર્તિ બની રહે છે. ઋગ્વેદમાં કહેવાયુ છે કે, प्राता रत्नं प्रातरित्वा दधाति तं चिकित्वान्प्रतिगृह्या नि धत्ते । तेन प्रजां वर्धयमान आयू रायस्पोषेण सचते सुवीरः ॥
ગુજરાતના હનુમાન મંદિરમાં 59 વર્ષથી ચાલે છે રામધૂન, ગમે તેવી આફતોમાં પણ અટકી નથી
અર્થાત પ્રાત કાળ સૂર્યોદથી પહેલા ઉઠનારાઓનું સ્વાસ્થય રત્નની પ્રાપ્તિ થાય છે. તેથી બુદ્ધિમાન લોકો તે સમયને વ્યર્થ જવા દેતા નથી. પ્રાત જલ્દી ઉઠનારા પુષ્ટ, સ્વસ્થ, બળવાન, સુખી, દીર્ઘાયુ અને વીર કહેવાય છે. આપણા ઋષિ મુનિઓએ પણ આ મુહૂર્તના મહત્વ વિશે જણાવ્યું છે. તેમના અનુસાર, આ સમય નિંદ્રા ત્યાગ માટે સર્વોત્તમ છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારને સૌંદર્ય, બળ, વિદ્યા, બુદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના ચમત્કારિક લાભ
બ્રહ્મ મુહૂર્તમાં તમ અને રજો ગુણની માત્રા બહુ જ ઓછી હોય છે. આ સમયે સત્વ ગુણનો પ્રભાવ વધુ હોય છે. તેથી આ કાળમાં ખરાબ માનસિક વિચાર પણ સાત્વિક અને શાંતિ બની જાય છે. આયુર્વેદ અનુસાર, આસમયમાં વહેતો પવન ચંદ્રમાથી પ્રાપ્ત અમૃત કણોથી યુક્ત હોવાને કારણે આપણા સ્વાસ્થય માટે અમૃત તુલ્ય બની જાય છે. તે વીરવાયુ કહેવાય છે. આ સમયે ભ્રમણ કરવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને શરીર કાંતિયુક્ત બની જાય છે.
આપણે પ્રાત ઊંઘીને ઉઠીએ છીએ તો આ જ અમૃતવાયુ આપણા શરીરને સ્પર્શ કરે છે. તેના સ્પર્શથી આપણા શરીરમાં તેજ, બળ, શક્તિ, સ્ફૂર્તિ અને મેઘાનો સંચાર થાય છે. જેનાથી મન પ્રસન્ન અને શાંત થાય છે. તેનાથી વિપરીત મોડી રાત સુધી જાગવાથી અને મોડી રાત સુધી ઊંઘવાથી આપણને આ લાભકારી વાયુ પ્રાપ્ત થતુ નથી. જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. બ્રહ્મ મુહૂર્ત માં કરવામાં આવેલું સ્નાન સર્વશ્રેષ્ઠ ફળ આપે છે. સ્નાન કરતા સમયે જો બ્રહ્મ પરમાત્માનું ચિંતન કરવામાં આવે તો તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે. દેવ નદીઓનું સ્મરણ કરો તો તે દેવ સ્નાન કહેવાય છે.
બ્રહ્મ મુહૂર્તમાં બોલો આ 3 ચમત્કારિક શ્લોક, સ્વર્ગ જેવું સુંદર જીવન બનશે