અર્થવવેદથી 22 જાન્યુઆરી 2024 સુધી : અયોધ્યા નગરી 3000થી 3500 વર્ષ જૂની હોવાનો દાવો

ram mandir 1528 to 2024 Timeline : 500 વર્ષના તપ બાદ આજે પ્રભુ શ્રીરામ પોતાના દિવ્ય ઘરમાં બિરાજમાન થવા જઈ રહ્યાં છે... રામ મંદિર નિર્માણની સફર સરળ ન હતી.. ભારે સંઘર્ષમય રહી, અનેક પડકારો આવ્યા... દાયકાઓ સુધી કાયદાકીય લડત લડવી પડી.. તો આજે જાણો ક્યારે ક્યારે શું થયું

અર્થવવેદથી 22 જાન્યુઆરી 2024 સુધી : અયોધ્યા નગરી 3000થી 3500 વર્ષ જૂની હોવાનો દાવો

Ram Mandir Pran Pratistha : હિન્દુઓ માટે અયોધ્યા કેમ આટલું બધુ મહત્વ ધરાવે છે, તેનું કારણ છે. અયોધ્યાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. અથર્વવેદમાં અયોધ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અયોધ્યા 3000થી 3500 વર્ષ જૂની નગરી હોવાનો મત છે. પુરાણોના પ્રમાણે પ્રભુ  શ્રીરામ અયોધ્યાના 64 માં રાજા હતા. 

1862-63માં થયો હતો અયોધ્યાનો આર્કિયોલોજિકલ સર્વે
1192માં અયોધ્યામાં મંદિર બનાવવા પર રોક લાગી
1192માં અયોધ્યા મોહમ્મદ ઘોરીના નિયંત્રણમાં આવ્યું

1528માં બાબરે રામ જન્મસ્થાન મંદિર તોડી મસ્જિદ બનાવવાનું કહ્યાનો ઉલ્લેખ છે. 17 દિવસો સુધી હિંદુઓની લડત બાદ બાબરના સિપાહી મંદિરમાં ઘૂસ્યા હતા. બાબરના સિપાહીઓ જ્યારે મંદિરમાં પહોંચ્યા તો મૂર્તિ ગાયબ હતી. બાબરના આદેશથી મંદિરની સામગ્રીથી મસ્જિદ બનાવાઈ હતી. 

1767માં ઓસ્ટ્રિયા મૂળના પાદરીએ મંદિર તૂટવાનો કર્યો હતો ઉલ્લેખ
1813-14માં અંગ્રેજ બુકાનનના સર્વેમાં અયોધ્યા મસ્જિદનો ઉલ્લેખ છે. મસ્જિદ બન્યાનાં 300 વર્ષ બાદ મુસ્લિમોએ 1855માં હનુમાનગઢી પર દાવો કર્યો હતો
1858માં નિહંગ સિખોએ બાબરી મસ્જિદમાં હવન-પૂજા કરી
1885માં પહેલીવાર રામ મંદિરનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો
1948માં કોંગ્રેસે રામ મંદિરને મુખ્ય મુદ્દો બનાવ્યો
22 ડિસેમ્બર 1949માં બાબરી ઢાંચામાંથી રામની મૂર્તિ મળી
29 ડિસેમ્બર 1949માં બાબરી ઢાંચા પર કોર્ટે તાળું લગાવ્યું
1950માં રામ મંદિરની લડાઈ ફરીથી કોર્ટમાં પહોંચી. જેમાં રામ જન્મસ્થાન પર 2 પક્ષોએ કોર્ટમાં અરજી દાખલ કરી
1977માં જનસંઘે રામ મંદિરને બનાવ્યો મુદ્દો
9 નવેમ્બર 1989ના અયોધ્યામાં વિવાદિત ઢાંચા પાસે શિલાન્યાસ થયો
25 સપ્ટેબર, 1990માં ભાજપે અયોધ્યા માટે સોમનાથથી રથયાત્રા શરૂ કરી
30 ઓક્ટોબર, 1990માં કારસેવકો પર ગોળીઓ ચલાવાઈ
1991માં યૂપીમાં ભાજપની સરકાર બનતાં તેજ થયું આંદોલન
6 ડિસેમ્બર 1992માં વિવાદિત ઢાંચો તોડી અસ્થાયી મંદિર બનાવાયું
30 સપ્ટેમ્બર 2010માં અલાહાબાદ હાઈકોર્ટે જમીન 3 ભાગમાં વહેંચી
6 માસ બાદ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ HCના નિર્ણય પર રોક લગાવી
2014ના ઘોષણાપત્રમાં ભાજપે રામ મંદિરને મુખ્ય મુદ્દો બનાવ્યો
2017માં 3 જજની બેંચે વિવાદ પર સુનાવણી શરૂ કરી
2019માં તત્કાલીન CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 જજોની બેંચ બની
9 નવેમ્બર 2019માં 5 જજની બેંચે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. વિવાદિત ભૂમિ પર રામલાલ વિરાજમાનનું સ્વામિત્વ સ્વીકારાયું
5 ઓગસ્ટ 2020ના દિવસે રામ મંદિરનું ભૂમિપૂજન થયું.
આખરે, 27 વર્ષ ટેન્ટમાં બિરાજ્યા બાદ રામલલાને ભવ્ય મંદિર મળ્યું

બૌદ્ધ મઠોનું કેન્દ્ર અયોધ્યા
બહુ ઓછા લોકો જાણે છે કે રામ જન્મભૂમિ વિવાદમાંએક સમયે કેટલાક બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પણ એક પક્ષ બનાવીને અપીલ કરી હતી. વર્ષ 2018 માં વિનીત કુમાર મૌર્યએ રામ ભૂમિને બૌદ્ધ વિહાર જાહેર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. લાઈવ લોના રિપોર્ટ અનુસાર, આ અરજીને જસ્ટિસ ચંદ્રચૂડ દ્વારા ફેબ્રુઆરી 2023 માં નકારી દેવાઈ હતી. 

કેટલાક બૌદ્ધ અનુયાયીઓ દાવો કરે છે કે, અયોધ્યા બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું, પરંતુ મધ્ય યુગમાં જનજાગરણ દરમિયાન બૌદ્ધ મઠો પર કબજો કરીને તેમને હિન્દુ મંદિરોમાં તબદીલ કર્યા હતા. બૌદ્ધ પરંપરામાં અયોધ્યાને સાકેત અથવા કૌશલ કહેવામાં આવે છે. જે ભગવાન બુદ્ધના પિતા શુદ્ધોધનના રાજનો ભાગ હતો. કહેવા છે કે, ચીની બૌદ્ધ યાત્રી હ્યેન સાંગે લખ્યું કે, તેઓએ અયોધ્યાની યાત્રામાં 100 બૌદ્ધ મઠ અને 10 મોટા બૌદ્ધ મંદિર મળ્યા હતા. હ્યેન સાંગને અયોધ્યામાં 3 હજાર બૌદ્ધ ભિક્ષુકો મળ્યો હતો. જે બીજા ધર્મની સરખામણીમાં બહુ જ ઓછા હતા. 

જો જૈન ધર્મની વાત કરો, તો અયોધ્યા જૈન ધર્મના પાંચ દેવોની જન્મસ્થળી છે. જૈન ધર્મના ઋષભદેવ, અજીતનાથ, શુભનાથ, અનંતનાથ અને સુમતિનાથનું જન્મસ્થાન અયોધ્યા પણ છે. અને શીખ સમુદાયમાં પહેલા ગુરુ નાનકદેવ, 9મી ગુરુ તેગ વીર અને 10મી ગુરુ ગોવિંદ સિંહે અયોધ્યાના ગુરુદ્વારા બ્રહ્મકુંડમાં લખી હતી. બ્રહ્મઘાટમાં સ્થિત આ ગુરુદ્વારા સૌથી જૂના ગુરુદ્વારોમાંથી એક છે. પૌરાણિક કથાઓ પૃથ્વી પર આ સ્થાન ભગવાન બ્રહ્મા ને 5 હજાર વર્ષ સુધી તપસ્યા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news