ગુજરાતના હનુમાન મંદિરમાં 59 વર્ષથી ચાલે છે રામધૂન, ગમે તેવી આફતોમાં પણ અટકી નથી
Jamnagar Famous Bala Hanuman Temple : મે તેવી આફત આવે, પણ આ મંદિરની રામધૂન ક્યારેય અટકી નથી. ભૂકંપ, વાવાઝોડું કે કોરોના મહામારીમાં પણ મંદિર પરિસરમાં સતત રામધૂન ચાલુ રહે છે. વિશ્વનું આ એકમાત્ર એવુ મંદિર છે, જ્યાં આટલા વર્ષોથી રામધૂન ચાલતી રહે છે
Trending Photos
Bala Hanuman Randhun : ગુજરાતના જામનગર શહેરને અનેક ઉપમા મળી છે. જામનગર એટલે ગુજરાતનું પેરિસ અને ધાર્મિક રીતે ગણીએ તો જામનગર એટલે છોટાકાશી. આ શહેર વિવિધતાઓથી ભરેલું છે. જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાંનું એક છે બાલા હનુમાન મંદિર. જે જામનગરના વચ્ચોવચ આવેલું છે. આ મંદિર તેના અખંડ રામધૂનને કારણે પ્રખ્યાત છે. ગમે તેવી આફત આવે, આ મંદિરમાં અખંડ રામધૂન ચાલતી જ રહે છે. આજે આ રામધૂનને 59 વર્ષ થઈ ગયા, ભૂકંપ કે વાવાઝોડામાં પણ અહીંની અખંડ ધૂન અટકી નથી.
રામધૂનની શરૂઆત કેવી રીતે થઈ
જામનગરનું બાલા હનુમાન બહુ જ ફેમસ છે. આ મંદિરની ખાસિયત એ છે કે, જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું. આ મંદિરમાં 1 ઓગસ્ટ, 1964થી મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ તો ના જ થઇ.
ગમે તેવી આફત આવે, પણ આ મંદિરની રામધૂન ક્યારેય અટકી નથી. ભૂકંપ, વાવાઝોડું કે કોરોના મહામારીમાં પણ મંદિર પરિસરમાં સતત રામધૂન ચાલુ રહે છે. વિશ્વનું આ એકમાત્ર એવુ મંદિર છે, જ્યાં આટલા વર્ષોથી રામધૂન ચાલતી રહે છે. કોરોના કાળમાં પણ ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, પરંતુ રામધૂન તો ચાલુ જ રહી હતી.
બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુજી મહારાજે 1963-64માં કરી હતી. છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આ મંદિરનાં આકર્ષણના કેન્દ્રની વાત કરીએ તો મોટા ઉત્સવોના દિવસે આ ધૂન ઘણી વાર ખૂબ જ ઊર્જા સાથે બોલાય છે. તો રાતના સમયે આ ધૂન સાંભળીને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે.
જે સ્વયંસેવકો આ ધૂનમાં સહભાગી થાય છે તેઓ એટલું ચુસ્ત સમયપત્રક પાળે છે કે, ક્યારે પણ આ ધૂન ખંડિત થવાની ચિંતા ઉપસ્થિત થતી નથી. બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ તળાવની પાસે જ આવેલું છે. પહેલી ઓગસ્ટ, 1964થી આ મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ નોહતી કરવામાં આવી.
આ મંદિર એટલુ વિખ્યાત છે કે, અનેક હસ્તીઓ પણ આ મંદિરમાં દર્શન માટે આવી ચૂકી છે. આ મંદિરમાં રામધૂન સાંભળવા માટે દૂરદૂરથી લોકો આવે છે. આ રામધૂન લોકોમાં અનેરી શાંતિ લાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે