salangpur hanuman distortion : સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રો પર વિવાદ બાદ નૌતમ સ્વામી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિવાદ બાદ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવાયા છે. તેમને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયો છે. લખનઉમાં આ અખિલ ભારતીય સંત સમિતિની બેઠક મળી હતી, જેમાં આ જાહેરાત કરાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના સૌથી મોટા સમાચાર એ છે કે, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી નૌતમ સ્વામીને હટાવાયા છે. સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામી સામે સંતોમાં જ આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારીની લખનઉ ખાતે મળેલી બેઠકમાં તેમને હટાવવાનો નિર્ણય લેવાયો છે. અખિલ ભારતીય સંત સમિતિએ તેમને પદ પરથી હટાવ્યા છે. 


સાળંગપુર વિવાદ વચ્ચે મોટો નિર્ણય : સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર


500 ભક્તો સાળઁગપુર પહોંચ્યા 
સાળંગપુર હનુમાનજી ભીત ચિત્ર વિવાદ મામલે હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ સંતો અને 500 જેટલા લોકો સાળંગપુર મંદિરે પહોંચ્યા છે. તમામ લોકો દેવી દેવતાઓના અપમાન બંધ કરો જેવા અનેક ફ્લેકસ બેનર સાથે મંદિરે પહોંચ્યા છે. બરવાળા મામલતદાર પોલીસ તેમજ sog Lcb મસમોટા કાફલા દ્વારા પ્રદર્શન કારીઓને હાઈવે બાયપાસ એન્ટ્રી ગેટ પર રોકી દેવાયા છે. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા જવા દેવાયા અન્ય લોકોને રોકી દેવાયા છે. મૂર્તિ હટાવવાની ઉગ્ર માંગ સાથે મહામંડલેશ્વર સહિત 10 લોકોને પોલીસ બંદોબસ્ત સાથે કોઠારી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. 


સાળંગપુર સામે સાધુ-સંતો આકરા પાણીએ, સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા


ગુજરાતની સૌથી મોટી આંગડિયા પેઢીની લૂંટના આરોપીઓ પકડાયા, એક કરોડની થઈ હતી લૂંટ


સંતો પર વડધામના સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વડતાલ ધામના બ્રહ્મસ્વરૂપદાસાજી સ્વામીએ કહ્યું કે, મને ચેરમેન સાહેબે ચૂપ કરી દીધો છે. મારુ તો લોહી ઉકળી જાય હો પરમાનંદ સ્વામીની જેમ. કાન ફટ્ટાના વંશજો સમાજમાં વધી રહ્યા છે. ભગવાનને પ્રાથર્ના ન કરાય આપણે કંઈ કરવુ પડે. ભગવાનને ગાળો દે એવા આસુરી તત્વો પર દયા આવે છે.