સાળંગપુર સામે સાધુ-સંતો આકરા પાણીએ, સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

salangpur mural controversy : અમદાવાદમાં મળેલા સંત સંમેલનમાં સૌથી મોટો નિર્ણય..સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ કાર્યક્રમમાં નહીં જાય સનાતન ધર્મના સંતો..સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર 

સાળંગપુર સામે સાધુ-સંતો આકરા પાણીએ, સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

salangpur hanuman distortion ઉદય રંજન/અમદાવાદ : આજની સાધુ-સંતોની બેઠકમાં વિવિધ મુદા પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ આજે કેટલાંક નિર્ણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોનો બહિષ્કાર કર્યો છે. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સભા દરમિયાન 11 ઠરાવો પસાર કરાયા છે. ધીરેન્દ્ર બાપુએ આ ઠરાવો અંગે માહિતી આપી હતી. સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણના સંતો સાથે નહીં બેસે, 5 સપ્ટેમ્બરે લિંબડીમાં દેશભરના સાધુ-સંતો રણનીતિ ઘડવા ભેગા થશે.

આજે સાણંદના લંબેનારાયણ આશ્રમ ખાતે ડો. જ્યોતિરનાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકો થી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે ત્યારે આ ઠરાવોને પસાર કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાંતિ દોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હનુમાન દાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાનો અપમાન કરી ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે જેની સરકારે નોંધ લઇ અને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન આપવામાં આવે. ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.

 

- સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતો આજથીએ સ્વામિનારાયણ મંદિરનો વિસ્તાર કરી ત્યારે સંતો ને આવકારીશું નહીં અને તેઓનો આમંત્રણને સ્વીકારશું નહીં કે આપીશું પણ નહીં
- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ગજાનંદ સ્વામીને પોતાના ઈષ્ટ દેવ માનતા હોય સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મના દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં

- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો- ભક્તોએ કોઈપણ સનાતન ધર્મના દેવી દેવતાઓના નામ લેવા નહીં

— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2023

- સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શાસ્ત્રો જેવા કે ભગવતગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.

- સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય તે ભાગને કાયમી દૂર કરવામાં આવે

- સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં પણ સનાતન ધર્મના દેવી-દેવતાઓને જ્યાં સહજાનંદ સ્વામીને સર્વોપરી હતા, ભીંત ચિત્રો અને ઔદિચ્ય ભંગને તાત્કાલિક હમેશાં માટે દૂર કરવા

- સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા પર હોય તો તેઓના તાત્કાલિક રાજીનામાં લેવા

- સનાતન ધર્મના કોઈપણ પરંપરા કોઈ પણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનો સ્ટેજ જ પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું

- સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે એવું સનાતન ધર્મની ભૂસી અને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.

- સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો

- સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામીનારાયણના સંતોએ  કબજો કરેલો હોય તે જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી

— Zee 24 Kalak (@Zee24Kalak) September 3, 2023

હનુમાનજીને દાસ ચિતરતા સાધુ-સંતો આકરા પાણીએ આવી ગયા છે. સાધુ સમાજે સ્વામિનારાયણ મંદિર ન જવાના શપથ લીધા છે. સભામાં આવેલા જ્યોતિર્નાથ બાપુએ કહ્યું કે, સ્વામિનારાણય સંપ્રદાય નવી પેઢીને બદનામ કરે છે. આ લોકોને વિવાદ ઉભો કરવાની ટેવ પડી ગઈ છે. તો ગીતા દીદીએ કહ્યું કે, હવે તકતી ઉતારો એ જ એક માત્ર સમાધાન છે. અમે કોર્ટમાં તમામ જવાબ આપવા તૈયાર છીએ. સંમેલનમાં નીલકંઠ મહારાજે કહ્યું કે, આપણા દૈવિક પુરુષોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. આ લોકોએ 500 એકર જમીન પચાવી પાડી છે

તો હર્ષદગીરી બાપુએ કહ્યું કે, વિધર્મીએ ધાર્મિક સ્થાન,આમને ધાર્મિક શાસ્ત્ર તોડ્યા છે. દેવાનંદ ભારતી બાપુએ કહ્યું કે, ભગવાન ભોળાનાથ માટે ગમે તેમ બોલે છે. હનુમાનજીને નાના દર્શાવે તે નહીં ચલાવાય. અમારા મા-બાપ ઉપર આક્ષેપ કરે નહીં ચાલે. રોકડિયા બાપુએ કહ્યું કે, ભીંતચિત્રો નહીં ઉતારે ત્યાં સુધી જંપીશું નહીં. સનાતન ધર્મ સામે પડશો તો ખૈર નથી. ધીરેન્દ્ર બાપુએ કહ્યું કે, હાલ નવ તનવાળો રાક્ષસ આવ્યો છે. સ્વામિનારાયણ મંદિરનું પાણી પીવું ધર્મ હત્યાનું પાપ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news