Dhanusha Dham: સ્વયંવરમાં શ્રીરામના હાથે તુટેલા ધનુષનો ટુકડો આજે પણ પુજાય છે આ જગ્યાએ
Dhanusha Dham: મહાદેવના આ ધનુષનું નામ પીનાક હતું. દેવ શિલ્પી વિશ્વકર્માએ તેને બનાવ્યું હતું. રામાયણ અનુસાર સ્વયંવર દરમિયાન ધનુષ તુટ્યું ત્યારે તેના ત્રણ ધનુષના ટુકડા થયા હતા. જેમાંથી નીચેનો ભાગ પાતાળ લોકમાં, મધ્યભાગ મૃત્યુલોકમાં અને ઉપરનો ભાગ સ્વર્ગલોકમાં પહોંચ્યો હતો.
Dhanusha Dham: 500 વર્ષ પછી શ્રીરામની પ્રતિમાને અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. શ્રીરામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. અયોધ્યાના રામ મંદિરમાં શ્રીરામની મનોહર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. શ્રીરામના દર્શન કરવા માટે મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
શ્રીરામની કોઈપણ તસવીર કે મૂર્તિ જુઓ તો તેમાં તેમના હાથમાં ધનુષ જોવા મળે છે. શ્રીરામ માટે ધનુષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રી રામચંદ્ર એક ઉત્કૃષ્ટ ધનુર્ધર હતા. તેમણે માતા-પિતાના સ્વયંવરમાં પણ ધનુષ તોડ્યું હતું. સીતા સ્વયંવરનો આ પ્રસંગ કોઈ પણ ભૂલી શકે નહીં.
આ પણ વાંચો: Ram Mandir:રામ યંત્ર પર સ્થાપિત થશે રામલ્લાની મૂર્તિ, જાણો રામ યંત્રનું શું છે મહત્વ
રાજા જનકે માતા સીતાના સ્વયંવર માટે શરત રાખી હતી કે સીતાજીના લગ્ન તે રાજા સાથે જ થશે જે શિવજીનું ધનુષ ઉપાડી તેના પર પ્રત્યંચા ચડાવશે. સ્વયંવરમાં અનેક રાજાઓ આવ્યા પરંતુ કોઈપણ શિવજીના શક્તિશાળી ધનુષને હલાવી પણ શક્યું નહીં. પરંતુ શ્રીરામે ધનુષને રમકડાની જેમ ઉપાડી લીધું હતું. શ્રીરામે જ્યારે ધનુષ પર પ્રત્યંચા ચઢાવી તો શિવજીના ધનુષના ત્રણ ટુકડા થઈ ગયા.
આ પણ વાંચો: Ram Mandir: જાણો રામલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી જૂની મૂર્તિનું શું થશે ?
મહાદેવના આ ધનુષનું નામ પીનાક હતું. દેવ શિલ્પી વિશ્વકર્માએ તેને બનાવ્યું હતું. રામાયણ અનુસાર સ્વયંવર દરમિયાન ધનુષ તુટ્યું ત્યારે તેના ત્રણ ધનુષના ટુકડા થયા હતા. જેમાંથી નીચેનો ભાગ પાતાળ લોકમાં, મધ્યભાગ મૃત્યુલોકમાં અને ઉપરનો ભાગ સ્વર્ગલોકમાં પહોંચ્યો હતો. મૃત્યુલોકમાં એટલે કે ધરતી પર ધનુષનો જે ટુકડો પડ્યો તે આજે પણ ધરતી પર પુજાય છે.
આ પણ વાંચો: અયોધ્યામાં પહેલા કોણે અને ક્યારે બનાવ્યું રામ મંદિર? કેવું હતું પહેલું રામ મંદિર ?
જે જગ્યા પર ધનુષનો ટુકડો પડ્યો હતો તે જગ્યા પાડોશી દેશ નેપાળમાં આવેલી છે. આ જગ્યાને ધનુષા ધામ કહેવાય છે. ધનુષા ધામ જનકપુરીથી થોડું દૂર આવેલું છે. અહીં એક મંદિર છે જેમાં લોકો મહાદેવના ધનુષના ટુકડાની પૂજા કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)