Budh Rashi Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહ એક ચોક્કસ સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. નવેમ્બરના અંતના સપ્તાહમાં ગ્રહોના રાજકુમાર બુધ રાશિ પરિવર્તન કરવાના છે. બુધનું ધન રાશિમાં ગોચર 27 નવેમ્બરે સવારે 5 કલાક 41 મિનિટ પર થશે. બુધ ધન રાશિમાં 28 ડિસેમ્બર સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને જ્ઞાન, સૌભાગ્ય, બુદ્ધિ તથા વેપારનો કારક માનવામાં આવે છે. બુધ ગોચરનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેના પર બુધ ગોચરનો પ્રભાવ અત્યંત શુભ રહેવાનો છે. જાણો આ રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ધન રાશિમાં બુધનું ગોચર અત્યંત શુભ રહેવાનું છે. 27 નવેમ્બરથી 28 ડિસેમ્બર સુધી તમને ભાગ્યનો સાથ મળશે, જેનાથી કાર્યોમાં સફળતા મળશે. આ દરમિયાન તમે જીવનમાં ઘણી સફળતા હાસિલ કરી શકો છો, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યાત્રાની યોજના બનાવનાર માટે. નોકરી કરનાર જાતકોને આ દરમિયાન સારા સમાચાર મળી શકે છે અને તમારી આવકમાં વધારો થવાનો છે. 


આ પણ વાંચોઃ 5 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ Tirgrahi Yog, આ લોકોને મળશે ચારેબાજુથી સફળતા રૂપિયા


કન્યા રાશિ
ધન રાશિમાં બુધનું ગોચર કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ સમયનો સંકેત આપે છે. 27 નવેમ્બરથી તમને ભાગ્યનો સાથ મળી શકે છે. બુધના ગોચરના પ્રભાવથી તમને આર્થિક લાભ થશે અને કરિયરમાં સફળતા મળશે. સારી નાણાકીય સંભાવનાઓ તમારી રાહ જોઈ રહી છે અને નોકરીમાં પ્રમોશન સાથે પોઝિટિવ સમાચાર મળવાની સંભાવના છે. આ દરમિયાન તમારી સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. 


ધન રાશિ
27 નવેમ્બરે બુધનું ધન રાશિમાં ગોચરને કારણે ધન રાશિના જાતકોને કરિયરમાં નવી સિદ્ધિ મળી શકે છે. વેપારમાં લાભ થવાની સંભાવના છે અને કરિયરમાં પ્રગતિનો યોગ છે. ભાગ્યનો સાથ મળશે અને તમે નક્કી કરેલા કાર્યોમાં સફળતા મળી શકે છે. આ સિવાય તમારે કોઈ નવી જવાબદારી કે ભૂમિકા નિભાવવાની આવી શકે છે, જે તમારી પ્રોફેશનલ લાઇફમાં ફાયદો કરાવી શકે છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube