નવી દિલ્હીઃ Mercury And Guru Conjunction: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. બુદ્ધિના દાતાના રાશિ પરિવર્તન કરવાથી દરેક જાતકો પર શુભ અને અશુભ અસર પડે છે. નોંધનીય છે કે બુધ જલ્દી મેષ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી ગુરૂ બિરાજમાન છે. તેવામાં મેષ રાશિમાં બંને ગ્રહોની યુતિ બની રહી છે. મેષ રાશિમાં આ યુતિ આશરે 12 વર્ષ બાદ બની રહી છે, કારણ કે ગુરૂને એક રાશિમાં બીજીવાર આવવામાં આશરે 12 વર્ષનો સમય લાગે છે. મેષ રાશિમાં ગુરૂ અને બુધની યુતિ થવાથી ઘણા જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. બંને ગ્રહોની વચ્ચે મિત્રતાનો ભાવ છે. તેવામાં કેટલાક જાતકોને બમ્પર લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુદ્ધિના દાતા બુધ 26 માર્ચ 2024ના સવારે 2 કલાક 39 મિનિટ પર મીન રાશિમાંથી નિકળી મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જે એપ્રિલ 9 2024 બાદ મીન રાશિમાં પરત ફરી જશે. 


મેષ રાશિ
ગુરૂ અને બુધની યુતિ લગ્ન ભાવમાં થઈ રહી છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. નિર્ણય લેવાની ક્ષમતા ખુબ મજબૂત થશે. આ સાથે તમે કોઈક એવા નિર્ણય લેશો, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે. ભાઈ-બહેનની સાથે સારો સમય પસાર થશે અને તેનો સહયોગ મળશે. આ સાથે સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવાની જરૂર છે. લગ્ન જીવનની વાત કરીએ તો આ બંને યુતિ તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. ભાગ્યનો સાથ મળશે, જેનાથી અટવાયેલા કામ પૂરા થશે. ધન-ધાન્યમાં વધારો થશે. 


આ પણ વાંચોઃ 50 વર્ષ પછી લાગી રહ્યું છે આવું સૂર્યગ્રહણ, જાણો કેમ છે ખાસ, જોવા મળશે અનોખો નજારો!


કર્ક રાશિ
ગુરૂ અને બુધની યુતિ દશમ ભાવમાં થઈ રહી છે. તેવામાં આ રાશિના જાતકોને કરિયરમાં ખુબ સફળતા હાસિલ થઈ શકે છે. આ સાથે વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન થઈ શકે છે. તમારા કામ અને લગન જોઈને તેને વિશ્વાસ હશે, તેવામાં તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આ સાથે સરકારી ક્ષેત્રમાં કામ કરનાર જાતકોનું મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. સહકર્મીઓ સાથે તમારો સંબંધ સારો રહેશે. આ સાથે માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં પણ પ્રગતિનો યોગ બની રહ્યો છે. તમે તમારી પ્રતિભા અને કુશળતાથી દરેક માટે પ્રેરણાનો સ્ત્રોત બની શકો છો. 


તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે બુધ અને ગુરૂની યુતિ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. આ સાથે જે જાતકોનો વિદેશમાં બિઝનેસ છે તેને સારો લાભ થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ કરવું હોય તો આ શુભ સમય છે. આ સાથે પરિવારમાં સમય પસાર કરશો. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. લગ્ન જીવનમાં ખુશી રહેશે. આ સાથે લવ લાઇફ પણ સારી રહેવાની છે. સમાજમાં માન-સન્માન વધશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સંપૂર્ણ સટીક કે વિશ્વસનીય હોવાનો દાવો કરવામાં આવતો નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)