Budhaditya yoga 2023: ગ્રહોના રાજા સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં ગોચર કરી રહ્યા છે. તો સાથે જ બુધ ગ્રહ પણ આ રાશિમાં જ છે. સિંહ રાશિમાં સૂર્ય અને બુધની યુતિના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. આ યોગ 16 સપ્ટેમ્બર 2023 સુધી રહેશે. બુધ આદિત્ય રાજયોગ બનવું ખૂબ જ શુભ હોય છે. આ યોગમાં કેટલાક લોકોનું ભાગ્ય બદલી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્ર અનુસાર યોગ વ્યક્તિને અપાર ધન, સફળતા અને પ્રસિદ્ધિ આપે છે. હાલ જ્યારે સિંહ રાશિમાં બુધાદિત્ય યોગ બન્યો છે ત્યારે બધી જ રાશિના જાતકો પર તેની અસર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિના લોકો માટે બુધાદિત્ય રાજ્યોગ ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે. આ રાશિના લોકોને આ સમય દરમિયાન અચાનક ધન લાભ થશે. 


બુધાદિત્ય રાજયોગથી 3 રાશિના લોકોને થશે લાભ


આ પણ વાંચો:


શ્રાવણ મહિનામાં કરી લો તુલસી સંબંધિત આ ઉપાય, ક્યારેય નહીં ભોગવવી પડે રૂપિયાની તંગી


વાસ્તુ શાસ્ત્રના આ નિયમનું કરશો પાલન તો ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા, ઘરમાં ટકશે ધન


કરોડપતિને પણ કંગાળ બનાવે છે આ આદતો, તમને પણ હોય આ 4 માંથી કોઈ એક તો તુરંત બદલજો


મેષ રાશિ


મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય રાજયોગ ખૂબ જ લાભ કરનાર સાબિત થશે. આ રાશિના લોકોને મોટું પદ મળી શકે છે. આ રાશિના લોકોને ધન લાભ થશે. નોકરી કરતા લોકો માટે પણ સારો સમય. વેપાર કરતાં લોકોની મોટી ડીલ ફાઈનલ થઇ શકે છે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. 


કર્ક રાશિ


કર્ક રાશિના લોકો માટે પણ બુધાદિત્ય રાજયોગ ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવક વધશે. લાંબા સમયથી અટકેલું ધન પરત મળશે. કરિયર માટે ખૂબ જ સારો સમય છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.


તુલા રાશિ


તુલા રાશિના લોકોને પણ બુધાદિત્ય રાજયોગ ભાગ્યનો સાથ આપનાર સાબિત થશે. આ સમય દરમિયાન દરેક કાર્યમાં સરકારાત્મક પરિણામ મળશે. ઓફિસમાં વાતાવરણ અનુકૂળ રહેશે. કામમાં તમારું પ્રદર્શન સુધરશે. કરજથી મુક્તિ મળશે. રોકાણ લાભકારી રહેશે. લોકપ્રિયતામાં વધારો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)