Dhanteras 2024: ધનતેરસ પર ધાણા શા માટે ખરીદે છે લોકો ? આ ઉપાય રાતોરાત કોઈપણ વ્યક્તિને માલામાલ બનાવી શકે છે
Dhanteras 2024: ધનતેરસ પર મોટાભાગના લોકો સોના ચાંદી સહિતની કીમતી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. આ સાથે જ ધનતેરસ પર ખૂબ જ સામાન્ય એવા સૂકા ધાણાની ખરીદી પણ કરવામાં આવે છે. આવું શા માટે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે ચાલો તમને જણાવીએ.
Dhanteras 2024: વર્ષનો સૌથી મોટો તહેવાર દિવાળી હોય છે. આ મહાપર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. ધનતેરસના દિવસે લોકો પોતાની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે વસ્તુઓની ખરીદી કરે છે. જેને ધ્યાનમાં રાખીને દિવાળી સમયે અલગ અલગ ઓફર પણ મૂકવામાં આવે છે જેથી લોકોને ખરીદીમાં ફાયદો થાય. ધનતેરસ પર મોટાભાગના લોકો સોના ચાંદી સહિતની કીમતી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. આ સાથે જ ધનતેરસ પર ખૂબ જ સામાન્ય એવા સૂકા ધાણાની ખરીદી પણ કરવામાં આવે છે. આવું શા માટે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે ચાલો તમને જણાવીએ.
આ પણ વાંચો: 10 દિવસમાં 3 વખત ગોચર કરશે બુધ ગ્રહ, 5 રાશિ બનશે ભાગ્યશાળી, દિવાળી પર થશે ધનનો વરસાદ
ધનતેરસ અને ધાણાનો સંબંધ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. હા પૂજામાં સૂકા ધાણા અર્પણ કરવા શુભ ગણાય છે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ધનતેરસના દિવસે ધાણા ખરીદવાથી ઘરમાં સુખ શાંતિ અને સકારાત્મકતા જળવાઈ રહે છે અને ધનનો પ્રવાહ પણ વધે છે.
આ પણ વાંચો:Budhaditya Yoga 2024: તુલા રાશિમાં સૂર્ય અને બુધના મિલનથી 3 રાશીને થશે અચાનક ધનલાભ
સૂકા ધાણાનો કેવી રીતે કરવો ઉપયોગ ?
ધનતેરસના દિવસે ખરીદેલા સૂકા ધાણા નો ઉપયોગ લક્ષ્મીજીની પૂજામાં કરવામાં આવે છે. પૂજામાં ધાણામાં ગોળ ઉમેરીને લક્ષ્મીજીને અર્પણ કરવાથી લાભ થાય છે.
આ સિવાય પૂજામાં સૂકા ધાણાને રાખવામાં પણ આવે છે. પૂજા પછી આ ધાણા ને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દેવાના હોય છે.
આ પણ વાંચો:Guru Pushya Yog: દિવાળી પહેલા સર્જાશે ગુરુ પુષ્ય યોગ, 3 રાશીના લોકોને થશે ધનલાભ
ધનતેરસની પૂજાનું મુહૂર્ત
આ વર્ષે ધનતેરસ 29 ઓક્ટોબર અને મંગળવારે આવશે. ધનતેરસની પૂજા માટે સાંજે 6 થી 8 કલાકનું મુહૂર્ત શુભ છે. ધનતેરસની પૂજા કર્યા પછી બજારમાંથી ઝાડુ, વાસણ, સોનું, ચાંદી જેવી કોઈપણ વસ્તુ ખરીદવી શુભ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)