Chandra Grahan 2023 impact on zodiac signs in Gujarati: સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ એકદમ ખાસ ખગોળીયા ઘટનાઓ છે. તો બીજી તરફ ધર્મ અને વૈદિક જ્યોતિષમાં પણ ગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સમયાંતરે ચંદ્ર અને સૂર્યગ્રહણ લાગે છે અને તેની સીધી અસર જાતકો પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. વર્ષ 2023નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 5 મેની રાત્રે 8 વાગે 44 મિનિટથી શરૂ થાય છે અને મોડી રાત્રે 1 વાગે સમાપ્ત થશે. 4 કલાકથી વધુ મોડી રાત સુધી ચાલનાર ગ્રહણ ભારતમાં જોવા મળશે નહી પરંતુ તેની શુભ-અશુભ અસર લોકોના જીવન પર પડશે. તો બીજી તરફ 3 રાશિવાળા માટે તો આ ચંદ્ર ગ્રહણ શુભ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષઃ
ચંદ્રગ્રહણ મેષ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રની શક્તિ ઓછી અને સૂર્યની અસર વધશે. તેનાથી મેષ રાશિના લોકોનું ધ્યાન વધશે. કાર્યમાં પ્રદર્શન સારું રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. નવી નોકરી મળી શકે છે. વેપારમાં વધારો થશે. નફો વધુ થશે.


આ પણ વાંચો:
આવી રહી છે શાનદાર કમાણીની સોનેરી તક, ફક્ત એક દિવસમાં થઈ જશો માલામાલ!
વરઘોડામાં સ્પ્રાઈટ ઉડાડવાની ના પાડતા ખેલાયો ખૂની ખેલ! ખંજર ભોંકી આંતરડા બહાર કાઢ્યા!
સ્વર્ગની અનુભૂતિ કરાવશે નારાયણ સરોવર! ચાણસદમાં હવે કીડીયાળું ઉભરાશે! જુઓ PHOTOs


સિંહ:
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકોને લાભ આપશે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને આ સમયે સૂર્યનો પ્રભાવ વધશે, જે તમને શુભ પરિણામ આપશે. તમારા કોઈ અટકેલા મામલાનો ઉકેલ આવી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમને સફળતા મળી શકે છે. નવું કામ શરૂ કરી શકો છો. તમારી કોઈપણ ઈચ્છા પૂરી થઈ શકે છે. ધર્મ પ્રત્યે રુચિ વધશે.


મકરઃ
ચંદ્રગ્રહણ મકર રાશિના લોકોને પણ લાભ આપશે. આ લોકોને તેમના કરિયરમાં પ્રગતિ મળશે. જે પ્રમોશનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે હવે મળી શકે છે. આવકમાં વધારો થશે. અચાનક ક્યાંકથી ઘણા પૈસા મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. તમે નવું મકાન કે વાહન પણ ખરીદી શકો છો. વેપારીઓને પણ ફાયદો થશે. વેપારમાં વધારો થશે. 5 મે પછી તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
અમદાવાદીઓની સૌથી ફેવરિટ જગ્યા પર સૌથી મોટો ખતરો! અટલ બ્રિજનો કાચ તૂટી ગયો, VIDEO
અમેરિકાના વિઝા કઢાવવા સહેલા, પણ રાજકોટ મનપામાંથી દાખલા કે આધાર કાર્ડ કઢાવવું કઠિન!

પંજાબ કિંગ્સની સતત બીજી જીત, રોમાંચક મેચમાં રાજસ્થાનને હરાવ્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube