Shukravar Upay: સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે તેવી જ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી ને સમર્પિત છે. આ દિવસે વિવિધ વિધાનથી માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો ઘરમાં ધન ધાન્ય વધે છે. આ દિવસે વ્રત કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. ઘણા ભક્તો શુક્રવારે માતા લક્ષ્મી નું વ્રત કરે છે. આ વ્રત કરવાથી મનની ઈચ્છા પૂરી થાય છે. જોકે શુક્રવારના દિવસે કેટલાક કામ કરવાથી બચવું જોઈએ. જો આ કામ શુક્રવારે કરવામાં આવે તો ઘરમાંથી લક્ષ્મીજી નારાજ થઈને જતા રહે છે અને દરીદ્રતા વધે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગુરુવારે કરો આ 5 મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનની સમસ્યાઓ થશે દુર


Vastu Tips: કરજથી મુક્તિ મેળવવા અને આર્થિક સમૃદ્ધિ માટે કરો આ 5 સરળ કામ


આ 3 રાશિના લોકો પર શનિની ક્રુર દ્રષ્ટિ, સમસ્યાઓ દુર કરવા શનિ જયંતિ પર કરી લો આ ઉપાય


નાણાકીય લેતી દેતી


શુક્રવારના દિવસે કોઈપણ વ્યક્તિને પૈસા આપવા પણ નહીં અને કોઈ પાસેથી ઉધાર લેવા પણ નહીં. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ધનહાનિ થાય છે.


માંસાહાર અને મદિરા 


શુક્રવારના દિવસે માંસાહર કરવો નહીં અને સાથે જ મદિરા પીવાથી પણ બચવું. શુક્રવારના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ અને ક્રોધ કરવાથી પણ બચવું જોઈએ 


કોઈને અપશબ્દ કહેવાય


શુક્રવારના દિવસે કોઈપણ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરવો કે તેમને અપશબ્દ કહેવાથી પણ બચવું જોઈએ. ગુસ્સો કરનાર અને ક્રોધ કરનાર વ્યક્તિના ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા નથી.


ખાંડ કોઈને ન આપવી


માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે કોઈપણ વ્યક્તિને ખાંડ આપવી જોઈએ નહીં. આમ કરવાથી શુક્ર ગ્રહ નબળો થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ નો અભાવ થાય છે.


ઘરને ગંદુ ન રાખો


આમ તો રોજ ઘરની સાફ-સફાઈ કરવી જોઈએ પરંતુ શુક્રવારે ભૂલથી પણ ઘરમાં ગંદકી રાખવી નહીં આમ કરવાથી માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં નહીં થાય તેથી શુક્રવારે ઘરને સાફ અને સ્વચ્છ રાખવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)