Shani Jayanti 2023: આ 3 રાશિના લોકો પર શનિની ક્રુર દ્રષ્ટિ, સમસ્યાઓ દુર કરવા શનિ જયંતિ પર કરી લો આ ઉપાય

Shani Jayanti 2023: આ વર્ષે શનિ જયંતિ 19 મેના રોજ ઉજવાશે. કહેવાય છે કે શનિ જયંતિના દિવસે વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરવાથી જીવનમાં આવેલા સંકટથી મુક્તિ મળે છે. ખાસ કરીને જે લોકો પર શનીની સાડાસાતી અને પનોતી ચાલતી હોય તેમણે શનિ જયંતીના દિવસે આ ઉપાયો કરવા જોઈએ.

Shani Jayanti 2023: આ 3 રાશિના લોકો પર શનિની ક્રુર દ્રષ્ટિ, સમસ્યાઓ દુર કરવા શનિ જયંતિ પર કરી લો આ ઉપાય

Shani Jayanti 2023: પુરાણોમાં અને શાસ્ત્રોમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવાયા છે. સૂર્યદેવ શનિદેવના પિતા છે અને છાયા તેમની માતા છે. દર વર્ષે જેઠ માસની અમાસના દિવસે શનિજયંતિ ઉજવાય છે. આ વર્ષે શનિ જયંતિ 19 મેના રોજ ઉજવાશે. કહેવાય છે કે શનિ જયંતિના દિવસે વિધિ વિધાનથી ભગવાનની પૂજા કરવાથી જીવનમાં આવેલા સંકટથી મુક્તિ મળે છે. ખાસ કરીને જે લોકો પર શનીની સાડાસાતી અને પનોતી ચાલતી હોય તેમણે શનિ જયંતીના દિવસે આ ઉપાયો કરવા જોઈએ. તેનાથી જીવન ખુશહાલ બને છે.

આ પણ વાંચો: 

ત્રણ રાશિ પર છે શનિનો પ્રભાવ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલ મકર, મીન અને કુંભ રાશિના લોકો ઉપર શનિની સાડાસાતી ચાલી રહી છે. શનિના પ્રભાવના કારણે આ રાશિના લોકોના કાર્યમાં અડચણ આવે છે અને તેમને નુકસાન પણ સહન કરવું પડે છે. ઘરમાં સ્વાસ્થ્ય સમસ્યા પણ સંકટ બને છે. આવી સ્થિતિમાં આ ત્રણ રાશિના જાતકોએ પોતાના જીવનમાં આવેલી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો નિયમિત પાઠ કરવો જોઈએ અને શિવ મંદિરમાં પૂજા કરવી જોઈએ. 

શનિ જયંતિ પર કરવાના ઉપાય

જે વ્યક્તિની સાડાસાતી અથવા તો પનોતી ચાલતી હોય તેમણે શનિ જયંતીના દિવસે ધતુરાના બીજ શિવજીને અર્પણ કરવા જોઈએ. કારણ કે શિવજીની આરાધના કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને જાતકને પોતાના આશીર્વાદ આપે છે. 

જોકે શનિ જયંતિના દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શનિ મંદિરમાં દર્શન કરવા કે પૂજા કરવા જાવ ત્યારે શનિદેવની આંખોમાં ન જોવું. આમ કરવાથી શનિદેવની કુદરતી જાતક ઉપર પડે છે અને ઘરમાં આ સમસ્યાઓ શરૂ થાય છે. તેનાથી બચવા માટે શનિદેવના ચરણોને જોવા અને તેલના પાત્રમાં પોતાની છાયા જોઈને તેનું દાન કરવાનું રાખવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news