Vastu Tips: કરજથી મુક્તિ મેળવવા અને આર્થિક સમૃદ્ધિ માટે કરો આ 5 સરળ કામ

Vastu Tips: આર્થિક સ્થિતિ ખરાબ હોય છે ત્યારે ઘણી વખત લોકોને કરો જ લેવું પડે છે. પરંતુ એક વખત કરજ લેવામાં આવે તો પછી ધીરે ધીરે તે વધવા લાગે છે. ઘણા લોકો માટે તો કરજના ચક્રમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. તેવામાં આજે તમને વાસ્તુશાસ્ત્રના કેટલાક સરળ ઉપાય જણાવીએ જેને અપનાવીને તમે કરો જ થી મુક્તિ મેળવી શકો છો. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ વ્યક્તિની આર્થિક સ્થિતિને અસર કરે છે. તેવામાં આજે કેટલાક સરળ ઉપાય જણાવીએ જેને અજમાવીને તમે તમારી આર્થિક સ્થિતિ સુધારી શકો છો.

મંગળવાર

1/5
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર કરજ કે લોન ચૂકવવા માટેનો સારો દિવસ મંગળવાર છે. જો તમે આ દિવસે પોતાનું કરો જ ચૂકવો છો તો બાકીના પૈસા પણ ઝડપથી ચૂકવી શકાય તેવી સ્થિતિ સર્જાય છે 

અરીસો

2/5
image

ઘર કે દુકાનમાં ઉત્તર પૂર્વ દિશામાં અરીસો લગાડવો જોઈએ. આ અરીસા નો રંગ લાલ, સિંદુરી અથવા તો મરુન હોય તે વાતનું ધ્યાન રાખવું. આ ઉપાય કરવાથી પણ કરજથી ઝડપથી મુક્તિ મળે છે. 

બાથરૂમ

3/5
image

ઘરમાં બાથરૂમની દિશા કઈ છે તેના ઉપર પણ આર્થિક સ્થિતિનો આધાર હોય છે. જો ઘરમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં બાથરૂમ હોય તો તે સારું નથી તેનાથી કરજ વધે છે. આવી સ્થિતિમાં બાથરૂમની દિશા બદલવી જોઈએ.

ઉત્તર દિશા

4/5
image

તમે ઘર કે દુકાનમાં કઈ દિશામાં પૈસા રાખો છો તેના ઉપર પણ આધાર છે કે તમારું કરજ વધે કે ઘટે. તમને જણાવી દઈએ કે ઉત્તર દિશામાં પૈસા રાખવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને કરજથી મુક્તિ મળે છે.

મુખ્ય પ્રવેશ દ્વાર

5/5
image

જો તમે કરો જ થી મુક્ત થઈને આર્થિક સ્થિતિમાં સુધારો કરવા ઈચ્છો છો તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક નાનકડો ગેટ લગાવી શકો છો માનવામાં આવે છે કે આમ કરવાથી લક્ષ્મીજીનો પ્રવેશ તમારા ઘરમાં થવા લાગે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)