Haldi Ke Totke: શાસ્ત્રોમાં હળદરનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હળદરનો ઉપયોગ મસાલા ઉપરાંત આયુર્વેદિક દવા તરીકે પણ કરવામાં આવે છે. આ સાથે જ હળદરનો શુભ કાર્યોમાં પણ થાય છે.  ભગવાન વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે. એટલા માટે જો તમે ગુરુવારે હળદર સંબંધિત 3 ખાસ ઉપાય કરો છો તો તમારા બધા અટકેલા કામ આપોઆપ પૂર્ણ થવા લાગે છે અને ઘરમાં ધનની આવક પણ ઝડપથી વધે છે.
 
ગુરુવારે હળદર સંબંધિત કરો આ ઉપાય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


બુધ અને શુક્ર સપ્ટેમ્બર મહિનામાં થશે માર્ગી, 4 રાશિના લોકોને ચારે તરફથી મળશે લાભ


અઠવાડિયાના આ દિવસે વાળ ધોવાથી વધે છે સુંદરતા અને દુર થાય છે ગરીબી


Astro tips: આ તહેવારોમાં રોટલી ખાવી ગણાય છે અશુભ, ઘરમાં રોટલી બનાવવી પણ ગણાય છે પાપ


વેપારમાં વૃદ્ધિ માટે


જો સખત મહેનત કરવા છતાં પણ તમારો ધંધામાં પ્રગતિ થતી ન હોય તો ગુરુવારના દિવસે પાણીમાં કેસર અને કાળી હળદર ઓગાળી પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેના વડે તિજોરી પર સ્વસ્તિક બનાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમામ અવરોધો દૂર કરે છે.


નોકરીની સમસ્યા દુર કરવા


જે લોકોને નોકરી સંબંધિત સમસ્યા નડતી હોય તેમણે ગુરુવારે સવારે સ્નાન કર્યા પછી ભગવાન ગણેશને હળદરની ગાંઠથી બનેલી માળા અર્પણ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી કારર્કિદીમાં પ્રગતિ થાય છે.


અટકેલું ધન પ્રાપ્ત કરવા


જો કોઈ વ્યક્તિના પૈસા લાંબા સમયથી અટકેલા હોય તો ગુરુવારે થોડા ચોખા લઈને તેમાં હળદર મિક્સ કરવી. ત્યારબાદ આ ચોખાને લાલ કપડામાં બાંધી અને પર્સમાં રાખો. આ ઉપાય કરવાથી થોડા જ દિવસોમાં અટકેલું ધન પરત મળે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)