અઠવાડિયાના આ દિવસે વાળ ધોવાથી વધે છે સુંદરતા અને દુર થાય છે ગરીબી

Astro Tips: શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના કેટલાક દિવસ એવા હોય છે જ્યારે વાળ કાપવા કે ધોવા અશુભ ગણાય છે. આ દિવસોમાં નખ કાપવાની પણ મનાઈ હોય છે. જો તમે આ નિયમોનું પાલન કરો તો તમારા જીવનમાં ખુશીઓ અને બરકત વધે છે.

અઠવાડિયાના આ દિવસે વાળ ધોવાથી વધે છે સુંદરતા અને દુર થાય છે ગરીબી

Astro Tips: હિન્દુ ધર્મમાં વાળ કાપવાથી લઈને વાળ ધોવા સુધીના કાર્યોને લઈને કેટલાક નિયમો અને માન્યતાઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના કેટલાક દિવસ એવા હોય છે જ્યારે વાળ કાપવા કે ધોવા અશુભ ગણાય છે. આ દિવસોમાં નખ કાપવાની પણ મનાઈ હોય છે. જો તમે આ નિયમોનું પાલન કરો તો તમારા જીવનમાં ખુશીઓ અને બરકત વધે છે. શાસ્ત્રો અનુસાર વાળ ધોવા સંબંધિત આ નિયમનું પાલન કરવામાં આવે તો વ્યક્તિની સુંદરતા પણ વધે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સુધરે છે. 

સોમવાર

સોમવારના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ. આ દિવસે વાળ ધોવાથી પરિવારમાં કલેશ વધે છે અને કાર્યોમાં બાધા આવે છે.

મંગળવાર

આ પણ વાંચો:

આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુવારી સ્ત્રીઓએ પણ વાળ ન ધોવા. આ દિવસે વાળ ધોવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે અને કાર્યોમાં બાધા આવે છે.

બુધવાર

વાળ ધોવા માટે બુધવારનો દિવસ શુભ ગણવામાં આવે છે.. આ દિવસે સ્ત્રી અને પુરુષ બંને વાળ ધોઈ શકે છે. આ દિવસે વાળ ધોવાથી સુખ સમૃદ્ધિ આવે છે.

ગુરૂવાર

ગુરુવારે ભૂલથી પણ વાળ ધોવા નહીં. આ દિવસે વાળ ધોવાથી આર્થિક તંગી સહન કરવી પડે છે અને સ્વાસ્થ્ય સમસ્યા પણ વધે છે.

શુક્રવાર

શુક્રવારે પણ વાળ ધોવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને આર્થિક તંગી દૂર થાય છે. શુક્રવારે વાળ ધોવાથી શુક્ર ગ્રહ પણ મહેરબાન રહે છે અને વ્યક્તિની સુંદરતા વધે છે.

આ પણ વાંચો:

શનિવાર

સૌભાગ્યવતી સ્ત્રીઓએ શનિવારે વાળ ધોવા નહીં આમ કરવાથી શનિદેવ નારાજ થાય છે અને જીવનમાં કષ્ટ વધે છે.

રવિવાર

રવિવારના દિવસે મોટાભાગના લોકો વાળ ધોવે છે પરંતુ સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ દિવસે વાળ ધોવાથી બચવું જોઈએ. આમ કરવાથી પરિવારના લોકોની પ્રગતિમાં બાધા આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news