September Horoscope 2023: બુધ અને શુક્ર સપ્ટેમ્બર મહિનામાં થશે માર્ગી, 4 રાશિના લોકોને ચારે તરફથી મળશે લાભ

September Horoscope 2023: ગ્રહ ગોચરની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો ખાસ રહેવાનો છે. સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને શનિ રાશિ બદલશે. જો કે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ગ્રહોના રાજકુમાર બુધ અને ધન-સમૃદ્ધિ આપનાર શુક્ર વક્રીમાંથી માર્ગી થશે. જેના પ્રભાવથી 4 રાશિઓના લોકો માટે ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. શુક્ર અને બુધનું માર્ગી થવું આ રાશિઓ માટે કેટલું ફળદાયી છે તે પણ જાણીએ. 

વૃષભ રાશિ

1/4
image

તમારી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ અનુકૂળ રહેશે. જેના કારણે પરિવારમાં ખુશીઓ વરસશે. સપ્ટેમ્બર મહિનામાં તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. પરિવાર તરફથી તમને પૈતૃક સંપત્તિ મળી શકે છે. ભૌતિક સુવિધાઓ વધારો થઈ શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે.  

મિથુન રાશિ

2/4
image

શુક્રના પ્રભાવથી સપ્ટેમ્બર મહિનામાં તમારો આત્મવિશ્વાસ વધશે. તમે તમારી વાણીથી બીજાને પ્રભાવિત કરશો. તમારા અટકેલા પ્રોજેક્ટ આગળ વધી શકશે. ઉધાર આપેલા પૈસા અચાનક પાછા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમે કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.

તુલા રાશિ

3/4
image

શુક્રના માર્ગી થવાના કારણે ખાનગી કે સરકારી નોકરીમાં કામ કરતા કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ સાથે પ્રમોશન મળી શકે છે. વેપારીઓને નવા ઓર્ડર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો કરી શકો છો તેનાથી તમને ફાયદો થશે.

વૃશ્ચિક રાશિ

4/4
image

કાર્ય સંબંધિત બાબતોમાં તમને સારા પરિણામ મળી શકે છે. કોર્ટમાં ચાલી કેસનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળવાની સંભાવના છે. ભાગ્યનો પૂરો સાથ મળશે. અટકેલા કામ સપ્ટેમ્બરમાં પૂરા થઈ શકે છે. અચાનક ધન લાભ થશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)