Astro Tips: નવા વર્ષના પહેલા દિવસે કરો કાળા ઘોડાની નાળનો આ ઉપાય, ખુશીઓથી ભરાયેલું રહેશે ઘર
Ghode Ki Naal Ke Upay: આજે તમને વાસ્તુશાસ્ત્રના એવા કેટલાક ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી હકીકતમાં તમારું નવું વર્ષ ખુશીઓથી છલોછલ રહેશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડાની નાળના કેટલાક ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. માન્યતા છે કે કાળા ઘોડાની નાળ ઘરમાં પોઝિટિવ એનર્જી વધારે છે અને સાથે જ માતા લક્ષ્મી પણ ઘરમાં સ્થાયી વાસ કરે છે.
Ghode Ki Naal Ke Upay: ગણતરીના દિવસોમાં જ વર્ષ 2024 ની શરૂઆત થશે. તેવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું આવનારું વર્ષ શુભ અને ખુશીઓથી ભરેલું સાબિત થાય. આજે તમને વાસ્તુશાસ્ત્રના એવા કેટલાક ઉપાય વિશે જણાવીએ જેને કરવાથી હકીકતમાં તમારું નવું વર્ષ ખુશીઓથી છલોછલ રહેશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડાની નાળના કેટલાક ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. માન્યતા છે કે કાળા ઘોડાની નાળ ઘરમાં પોઝિટિવ એનર્જી વધારે છે અને સાથે જ માતા લક્ષ્મી પણ ઘરમાં સ્થાયી વાસ કરે છે. કાળા ઘોડાની નાળથી વાસ્તુદોષથી પણ છુટકારો મળે છે. તો ચાલો તમને જણાવીએ કે નવા વર્ષના પહેલા દિવસે કાળા ઘોડાની નાળનો કયો ઉપાય કરવો જોઈએ.
આ પણ વાંચો: Tulsi Pujan Diwas: આ વિધિથી કરો તુલસીની પૂજા, ઘરમાં સુખ-સમૃદ્ધિની સાથે વધશે અઢળક ધન
ઘોડાની નાળના ઉપાય
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાળા ઘોડાની નાળ લગાડવી શુભ ગણાય છે. નવા વર્ષના પહેલા દિવસે કાળા ઘોડાની નાળને ઘરની ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં લગાડવાથી સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા ઘોડાની નાળ ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી શુભ ફળ મળે છે. તેનાથી આર્થિક તંગી દૂર થાય છે. તેના માટે કાળા ઘોડાના જમણા પગની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી.
આ પણ વાંચો: Mangal Gochar 2023: 2 દિવસમાં બદલાશે આ રાશિઓનું નસીબ, નવા વર્ષમાં મંગળ કરાવશે લાભ
- જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અને લાખ પ્રયત્ન કર્યા પછી પણ જોબ નથી મળી રહી તો કાળા ઘોડાની નાળથી બનેલી વીંટી વચલી આંગળીમાં ધારણ કરવી. આમ કરવાથી કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થાય છે.
- જો તમારા ઘરમાં કોઈને કોઈ બીમાર રહેતું હોય તો નવા વર્ષે કાળા ઘોડાની નાળમાંથી ચાર ખીલી બનાવો. ત્યાર પછી આ ચાર ખીલી, સવા કિલો અડદની દાળ, એક સૂકું નાળિયેર બીમાર વ્યક્તિના માથા પરથી ઉતારી વહેતા પાણીમાં પધરાવી દો.
આ પણ વાંચો: વાસ્તુ અનુસાર ઘરમાં રાખો સાવરણી, જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)