Astro Tips: હનુમાન ચાલીસા વાંચવાથી જ સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. હનુમાન ચાલીસાની દરેક પંક્તિમાં એક ગુઢ અર્થ છુપાયો છે અને તેને વાંચવાથી અલૌકિક શક્તિનો અનુભવ થાય. હનુમાન ચાલીસાની પ્રત્યેક ચોપાઈ એક સિદ્ધ મંત્ર સમાન છે. આ ચોપાઈ અથવા તો હનુમાન ચાલીસાનું વિધિવત અનુષ્ઠાન કરવામાં આવે તો નિશ્ચિત રૂપે જીવનમાંથી દુઃખ દારિદ્ર દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસાનું સ્મરણ કરવાથી હનુમાનજી સાક્ષાત ભક્તોના દુઃખ હરવા આવે છે. તો ચાલો તમને જણાવીએ હનુમાન ચાલીસાના પાઠ કરવાના કેટલાક સિધ્ધ ઉપાયો વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


27 ફેબ્રુઆરી પછી આ 4 રાશિના લોકો પર તુટી પડશે દુ:ખના ડુંગર, 30 દિવસ થશે અગ્નિપરીક્ષા


તુલસીના છોડની માટી પણ હોય છે ચમત્કારી, જાણો છોડ સુકાઈ જાય તો શું કરવું તેનું


Sarsav Upay: સુતા ભાગ્યને જગાડશે રાઈના દાણાના ઉપાય, અટકેલા કામ પણ થશે ઝડપથી પુરા
 


રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું અને સ્નાન કરીને મંદિરમાં જઈને હનુમાનજીની પૂજા કરવી. તેમને લાલ પુષ્પ ચડાવી, દેશી ઘીનો દીવો કરવો અને ગોળ ચણાનો પ્રસાદ ધરાવવો. સાથે જ ત્યાં બેસીને હનુમાન ચાલીસા નો પાઠ કરો. નિયમિત રીતે 108 વખત પાઠ 100 દિવસ સુધી કરશો એટલે તમારી મનોકામના અચૂક પૂરી થશે. 


ભૂત પ્રેત સહિતની નેગેટિવ શક્તિઓનો ભય સતાવતો હોય ત્યારે પણ આ અનુષ્ઠાન કરવું. આ રીતે સો દિવસ સુધી 108 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દરેક પ્રકારની બાધાથી મુક્તિ મળે છે.  


કહેવાય છે કે જે ભક્ત સતત 100 દિવસ સુધી રોજ 108 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તે નિશ્ચિત કરોડપતિ બને છે. તેના જીવન પર કોઈ પણ ગ્રહનો અશુભ પ્રભાવ રહેતો નથી. નિયમિત રીતે 108 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો 30 દિવસની અંદર જ તેની અસર દેખાવા લાગે છે. જીવનમાં આવેલા સંકટ દૂર થવા લાગે છે અને શરીરના રોગનો પણ નાશ થાય છે.