Shukrawar Upay: સપ્તાહના દરેક દિવસનો સંબંધ કોઈને કોઈ દેવી-દેવતા સાથે છે. આજ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારના દિવસે ધનના દેવી માતા લક્ષ્મીની આરાધના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મી એક વખત કોઈ ઉપર પ્રસન્ન થઈ જાય તો તેનું જીવન બદલતા સમય નથી લાગતો. સાથે જ શુક્રદેવ જે સુખ અને વૈભવના સ્વામી છે તે પણ વ્યક્તિને રંગમાંથી રાજા બનાવી શકે છે. જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય તે રાજા જેવું જીવન જીવે છે. પરંતુ જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલતી હોય અને સુખ શાંતિનો અભાવ હોય તો તમે શુક્રવાર સાથે જોડાયેલા કેટલાક અચૂક ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી તુરંત લાભ પ્રાપ્ત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારના અચૂક ઉપાય


આ પણ વાંચો:


શનિ દોષના કારણે જીવનમાં છે સમસ્યાઓ ? શનિ પીડાથી મુક્તિ મેળવવા 15 જુલાઈએ કરો આ કામ


પ્રદોષ વ્રત અને શનિવારનો શુભ સંયોગ, આ સરળ ઉપાય કરવાથી શનિ સંબંધિત બાધા થશે દુર


7 ઓગસ્ટ સુધી આ રાશિ પર માતા લક્ષ્મીના રહેશે ચાર હાથ, આ રાશિના લોકો રાતોરાત બનશે અમીર


- માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શુક્રવારના દિવસે તેમની પ્રતિમા સામે કમળ, શંખ, કોડી સહિત મખાના અર્પિત કરવા. અને તેમની પૂજા કરવી. આમ કરવાથી ઘર પરિવારમાં સુખ શાંતિ વધે છે.


- શુક્રવારના દિવસે ઘરમાં ભોજન બનાવો ત્યારે જે પહેલી રોટલી બને તે ગાય માટે કાઢવી અને તેને તાજી રોટલી ખવડાવવી. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં બરકત વધે છે. 


- જે પરિવારમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તેમણે શુક્રવારે પોતાના બેડરૂમમાં પ્રેમી યુગલની તસવીર લગાડવી. આમ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા આવે છે. 


- ઘરમાં સુખ સંપત્તિ વધે તે માટે શુક્રવારના દિવસે કીડીને ખાંડ પણ ખવડાવી શકાય છે.


 


(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAKતેની પુષ્ટિ કરતું નથી.)