પ્રદોષ વ્રત અને શનિવારનો શુભ સંયોગ, આ સરળ ઉપાય કરવાથી શનિ સંબંધિત બાધા થશે દુર

Shani Pradosh Vrat: દર મહિનામાં બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના પાવન દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવાર અને પ્રદોષ વ્રતનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પ્રદોષ વ્રત અને શનિવારનો શુભ સંયોગ, આ સરળ ઉપાય કરવાથી શનિ સંબંધિત બાધા થશે દુર

Shani Pradosh Vrat: પ્રદોષ વ્રત અને શનિવાર ભગવાન શિવની પૂજા કરવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. દર મહિનામાં બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના પાવન દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવાર અને પ્રદોષ વ્રતનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 15 જુલાઈ અને શનિવારે આ સંયોગ રચાવા જઈ રહ્યો છે ત્યારે શિવજીની પૂજા આ રીતે કરવાથી શનિ દોષ દુર થાય છે.

આ પણ વાંચો: 

પૂજા વિધિ

પ્રદોષ વ્રતના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ઘરના મંદિરમાં દીવો પ્રજવલિત કરવો અને વ્રત કરવાનું સંકલ્પ કરવું. ત્યાર પછી શિવ મંદિરમાં જઈને શિવજીનું ગંગાજળ થી અભિષેક કરવો અને તેમને પુષ્પ અર્પણ કરવા. સાથે જ માતા પાર્વતી અને ગણેશજીની પૂજા પણ કરવી. શિવજીને ભોગ ચડાવવો અને આ દિવસે સાત્વિક ભોજનનો જ આહાર કરવો. 
 
પ્રદોષ વ્રતના દિવસે શિવજીને પ્રસન્ન કરવા હોય તો શિવલિંગ પર જળ ચઢાવો. શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શિવલિંગનો દૂધથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. 

જીવનમાં સ્થિરતા આવે તે માટે પૂજા કરતી વખતે શિવલિંગ ઉપર દહીં ચડાવવું જોઈએ. ધન સંબંધિત સમસ્યા દૂર કરવી હોય તો પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ ઉપર દેશી ઘી અર્પણ કરવું. સાથે જ શિવલિંગને ચંદનથી તિલક કરવું.

 

(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAKતેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news