Astro Tips: શનિવારે કરો આ ચમત્કારી ટોટકા, ઘરમાં થશે રુપિયાના ઢગલે ઢગલા
Astro Tips: શનિવારે શનિ દોષને દુર કરવા અને શનિના ક્રોધને શાંત કરવાના ઉપાય કરવામાં આવે તો તેનું ફળ ઝડપથી મળે છે. આ ઉપાયો એવા છે જે તુરંત ફળ આપે છે. આ ચમત્કારી ઉપાયો શનિવારે કરવાથી આર્થિક સમસ્યાઓ દુર થાય છે ઘરમાં સુખ-શાંતિ વધે છે.
Astro Tips: શાસ્ત્રોમાં શનિવારના દિવસને ન્યાયના દેવતા શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. શનિવારે શનિ દોષને દુર કરવા અને શનિના ક્રોધને શાંત કરવાના ઉપાય કરવામાં આવે તો તેનું ફળ ઝડપથી મળે છે. ખાસ કરીને આ કામ એવા છે જેને શનિવારે કરવાથી શનિનો ક્રોધ શાંત થાય છે અને શનિ દોષના કારણે જીવનમાં આવેલી સમસ્યાઓ દુર થાય છે. આ ઉપાયો એવા છે જે તુરંત ફળ આપે છે. આ ચમત્કારી ઉપાયો શનિવારે કરવાથી આર્થિક સમસ્યાઓ દુર થાય છે ઘરમાં સુખ-શાંતિ વધે છે.
શનિવારના ચમત્કારી ઉપાયો
આ પણ વાંચો:
શનિ દેવને અન્ય કોઈ નહીં ફક્ત સરસવનું જ તેલ ચઢાવવું, જાણો શું છે સરસવના તેલનું મહત્વ
આ 3 રાશિના લોકોની આવક માર્ગી શુક્રના કારણે થશે ચારગણી, ચેક કરો તમારી રાશિ છે કે નહી
ગુરુની વક્રી ચાલ દરેક રાશિને કરશે અસર, જાણો તમારી રાશિ માટે સમય શુભ છે કે નહીં
1. 11 પીપળાના પાંદડાની માળા બનાવો અને શનિવારે શનિદેવને અર્પણ કરો. સાથે જ 'ઓમ શ્રીં હ્રીં શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો.
2. વેપારમાં પ્રગતિ માટે પીપળાના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો અને શનિદેવનું ધ્યાન કરો.
3. નોકરી મેળવવા અને આવક વધારવા માટે કાળો કોલસો વહેતા પાણીમાં તરતો મુકો અને 'શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો.
4. સુખ-સમૃદ્ધિ માટે પુષ્પ નક્ષત્રમાં પીપળાના ઝાડને સાકર ઉમેરી જળ અર્પિત કરો અને 'ઓમ ઐં હ્રીં શ્રી શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરો.
5. શનિદેવને પ્રસન્ન કરવા અને જીવનની સમસ્યાઓ દૂર કરવા શનિવારે કાગડાને રોટલી ખવડાવો.
6. શનિ દોષ દુર કરવા અને કરજની સમસ્યાને ઓછી કરવા માટે શનિવારે કાળા કૂતરાઓને રોટલી ખવડાવો.
આ પણ વાંચો:
જૂની સાવરણી ફેંકો તે પહેલા જાણી લો આ વાત, નહીં તો ચુકી જશો માલામાલ થવાની તક
ઓક્ટોબર મહિનાથી પલટી મારશે 5 રાશિઓનું નસીબ, સૂર્ય-બુધની યુતિથી મળશે પદ અને પૈસા
7. શનિવારે કાળા કપડામાં કાળા તલ બાંધીને પીપળના ઝાડ નીચે મુકી આવો અને તેમાં જળ અર્પણ કરો.
8. સાડાસાતી, ઢૈયા કે શનિ દોષથી મુક્તિ માટે શનિવારે શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. અને જરૂરીયાતમંદને તેલ દાન કરો.
9. શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાથી સૌથી વધુ લાભ થાય છે.
10. શનિવારે સંધ્યા સમયે કીડીઓને તલ, લોટ, ખાંડ ખવડાવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)