Holi Upay 2023: વર્ષ દરમિયાન આવતા મુખ્ય તહેવારોમાંથી એક તહેવાર હોળી છે. ફાગણ મહિનાની પૂનમની તિથિના દિવસે હોળી ઉજવવામાં આવે છે. માન્યતા છે કે હોળીની અગ્નિમાં બુરાઈઓનો નાશ થાય છે. આ દિવસે ઘણા લોકો ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવાના વિશેષ ઉપાય પણ કરે છે. આવા જ કેટલાક ઉપાય છે જે કપૂર સાથે જોડાયેલા છે. કપૂરના આ ઉપાય હોલિકા દહનની રાતે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આર્થિક સ્થિતિ સારી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


હોળીની રાત્રે જો ગુપ્ત રીતે કરી લીધા આ ઉપાય તો.. દે ધનાધન થશે રૂપિયાનો વરસાદ


પતિ-પત્ની વચ્ચે રહેતો હોય અણબનાવ તો હોળી પર કરો ગુલાલના ઉપાય, સંબંધોમાં વધશે પ્રેમ


ખાંડના આ ટોટકા દૂર કરશે દરેક પ્રકારના દોષ, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા


હિન્દુ ધર્મ શાસ્ત્રમાં ઘરની પૂજામાં પણ કપૂરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. કપૂરનો આવો જ એક ઉપાય છે જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે જે હોલિકા દહનની રાતે કરી શકાય છે. આ ઉપાય કરવાથી ઘરમાં ધની આવક વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે સ્નેહ વધે છે. 


હોલિકા દહનના દિવસે કરો આ ઉપાય


- સૂર્યાસ્ત પછી ઘરમાં ઘીમાં પલાળેલું કપૂર પ્રજ્વલિત કરો અને તેને આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે. 


- હોલિકા દહન કરવાનું હોય તે રાત્રે એક માટીના વાસણમાં લવિંગ અને કપૂર મૂકીને તેને પ્રજવલિત કરો. ત્યાર પછી તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવવા દો. આ ઉપાય કરો તેમાં લવિંગ ની સંખ્યા સાત રાખવી. આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહે છે.


- રાતના સમયે ઘરમાં કપૂર અને ગુલાબના પાનને એક વાસણમાં રાખીને સળગાવો. હવે જે રાખ વધે તેને હોલિકા દહન કરવાનું હોય તે સ્થાનમાં પધરાવી દો. આમ કરવાથી ઘરની પરેશાનીઓ દૂર થઈ જાય છે. 


- હોલિકા દહન કરવાનું હોય તે રાત્રે ઘરના ચારેય ખૂણામાં અને ખાસ કરીને ઈશાન ખૂણામાં કપૂરના ટુકડા મૂકો. જ્યારે કપૂર હવામાં ઓગળી જાય તો પછી તેને બદલે બીજા ટુકડા રાખી દેવા. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થતો રહે છે.