પતિ-પત્ની વચ્ચે રહેતો હોય અણબનાવ તો હોળી પર કરો ગુલાલના ઉપાય, સંબંધોમાં વધશે પ્રેમ
Holi 2023: આ વર્ષે 8 માર્ચ અને બુધવારના દિવસે હોળીનો પર્વ ધામધૂમથી ઉજવાશે. તેવામાં હોળીના દિવસે તમે ગુલાલના કેટલાક ઉપાય કરીને આર્થિક સમસ્યા, સફળતામાં આવતી બાધા, પતિ પત્ની વચ્ચેના અણબનાવ વગેરે સમસ્યાઓને દૂર કરી શકો છો.
Trending Photos
Holi 2023: ફાગણ મહિનાની પૂનમની તિથિના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. હોળીના તહેવારની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. હોળી એવા તહેવારમાંથી એક છે જ્યારે લોકો ધાર્મિક ભેદભાવને ભૂલીને એકબીજા સાથે મન મૂકીને તહેવાર ઉજવે છે. હોળીના તહેવાર ઉપર સૌથી વધારે મહત્વ હોલિકા દહનનું હોય છે. માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને પૂજા પાઠ કરવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય છે. આ વર્ષે 8 માર્ચ અને બુધવારના દિવસે હોળીનો પર્વ ધામધૂમથી ઉજવાશે. તેવામાં હોળીના દિવસે તમે ગુલાલના કેટલાક ઉપાય કરીને આર્થિક સમસ્યા, સફળતામાં આવતી બાધા, પતિ પત્ની વચ્ચેના અણબનાવ વગેરે સમસ્યાઓને દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે હોળીના દિવસે તમે કયા ઉપાય કરી શકો છો.
આ પણ વાંચો:
- પતિ પત્ની વચ્ચે અણ બનાવ રહેતો હોય તો હોળીના દિવસે એક કપડામાં ગુલાલ રાખી અને તેની વચ્ચે કપૂરનો એક ટુકડો છુપાવી દેવો. ત્યાર પછી આ કપડાની પોટલીને પીપળાના ઝાડમાં બાંધી દેવી.
- પતિ પત્નીએ એક સાથે હોળીના દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવી તેના આશીર્વાદ લઈને તેના પર ગુલાલ છાંટવો જોઈએ.
- આસોપાલવના બે પાન લેવા અને તેમાં એક ઉપર પીળા રંગથી સ્વસ્તિક બનાવવો અને બીજા ઉપર જીવનસાથીનું નામ લખો. ત્યાર પછી આ બંને પાનને ઇષ્ટદેવના ચરણોમાં અર્પણ કરીને પ્રાર્થના કરવી.
આ પણ વાંચો:
- પતિ પત્નીએ સાથે મળીને કાળા કૂતરાને થોડો ગુલાલ લગાડી અને તેને ભોજન કરાવવું જોઈએ.
- પતિ પત્ની વચ્ચેના અણબનાવને દૂર કરવા માટે આ ઉપાય પણ કરી શકાય છે. તેના માટે હોળીના દિવસે લાલ કપડામાં એક મુઠ્ઠી ગુલાલ બાંધી અને પછી પતિ પત્નીએ તેને નદીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ. આમ કરવાથી તેમની વચ્ચેની સમસ્યા દૂર થઈ જાય છે.
- હોળીના દિવસે પતિ પત્નીએ ત્રણ અલગ અલગ રંગના ગુલાલ લેવા. ત્યાર પછી ઘરમાંથી ગંદુ પાણી બહાર કાઢતી ગટર ઉપર તેને છાંટો. ત્યાર પછી તેના ઉપર પાણી નાખીને તેને વહાવી દો. આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો કંકાસ પણ પાણી સાથે વહી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે