Sharad Purnima 2023: શરદ પૂર્ણિમાના દિવસે કરો પાનનો આ ઉપાય, દિવાળી સુધીમાં અચાનક થશે મોટો ધન લાભ
Sharad Purnima 2023: આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક નિશ્ચિત ઉપાય કરવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. જેને અપનાવવાથી વ્યક્તિને ક્યારેય ધનની તંગીનો સામનો કરવો પડતો નથી. તો ચાલો તમને પણ જણાવીએ કયા છે આ ચમત્કારી ઉપાયો.
Sharad Purnima 2023: હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર પ્રગટ થયા હતા. એક પૌરાણિક માન્યતા છે કે ધનના દેવી લક્ષ્મી સમુદ્ર મંથન દરમિયાન પૃથ્વી પર આવ્યા હતા. તેથી આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબર શનિવારે છે. જો શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે તો વ્યક્તિના ઘરમાં ક્યારેય ધનની તંગી રહેતી નથી.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શરદ પૂર્ણિમાના સમયે ચંદ્ર પણ શીતળતા પ્રદાન કરે છે. આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક નિશ્ચિત ઉપાય કરવાનું શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. જેને અપનાવવાથી વ્યક્તિને ક્યારેય ધનની તંગીનો સામનો કરવો પડતો નથી. તો ચાલો તમને પણ જણાવીએ કયા છે આ ચમત્કારી ઉપાયો.
આ પણ વાંચો:
30 વર્ષ પછી દશેરા પર સર્જાશે એકસાથે 3 રાજયોગ, આ રાશિઓના લોકોને પ્રાપ્ત થશે અઢળક લાભ
કરોડપતિ બનવું હોય તો દશેરાની રાત્રે કરો લીંબુનો ચમત્કારી ઉપાય, જીવનમાં મળશે દરેક સુખ
દિવાળી પહેલા શુક્ર અને શનિની બદલશે ચાલ, આ રાશિના લોકો પર થશે રુપિયાનો વરસાદ
પાનનો ઉપાય
જો તમે શરદ પૂર્ણિમાના દિવસે ધનના દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માંગતા હોય તો તમે પાનનો ઉપાય અપનાવી શકો છો. તેના માટે એક પાન પૂજા દરમિયાન દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પૂજા થઈ જાય પછી આ પાનને પ્રસાદ તરીકે પરિવારમાં વહેંચો.
ચોખાની ખીરનો ઉપાય
પૌરાણિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવી તેને રાત્રે ખુલ્લા આકાશ નીચે રાખી પછી ખાવી જોઈએ. આ દિવસે લક્ષ્મીજીની પૂજા દરમિયાન તેમને ચોખાની ખીર અને કમળના ફૂલ અર્પણ કરવા જોઈએ, તેનાથી ભક્તો પર તેમની વિશેષ કૃપા રહે છે.
ધન પ્રાપ્તિનો અચૂક ઉપાય
શરદ પૂર્ણિમાના દિવસે એક લાકડાના પાટલા પર લાલ કપડું પાથરી તેના પર માતા લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો. ત્યારબાદ દેવી લક્ષ્મીની પૂજા કરો અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)