Dussehra 2023: 30 વર્ષ પછી દશેરા પર સર્જાશે એકસાથે 3 રાજયોગ, આ રાશિઓના લોકોને પ્રાપ્ત થશે અઢળક લાભ

Dussehra 2023 Rashifal: આ સિવાય 30 વર્ષ પછી દશેરાના દિવસે શનિ સ્વરાશિ કુંભ રાશિમાં હશે, જેના કારણે શશ રાજયોગ બને છે. આ સિવાય ગુરુ અને શુક્ર સામસામે હશે જેનાથી સમસપ્તક યોગ બનશે. જ્યારે તુલા રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ રીતે દશેરા પર 3 રાજયોગ બની રહ્યા છે જે  કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થશે.

Dussehra 2023: 30 વર્ષ પછી દશેરા પર સર્જાશે એકસાથે 3 રાજયોગ, આ રાશિઓના લોકોને પ્રાપ્ત થશે અઢળક લાભ

Dussehra 2023 Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે વિજયાદશમીનો તહેવાર ખૂબ જ ખાસ છે. આ વર્ષે દશેરા પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. રાવણના વધ સમયે પણ દશેરા દરમિયાન પંચક કાળ હતો અને આ વર્ષે પણ દશેરા પંચક કાળમાં જ આવી રહી છે. આ સિવાય 30 વર્ષ પછી દશેરાના દિવસે શનિ સ્વરાશિ કુંભ રાશિમાં હશે, જેના કારણે શશ રાજયોગ બને છે. આ સિવાય ગુરુ અને શુક્ર સામસામે હશે જેનાથી સમસપ્તક યોગ બનશે. જ્યારે તુલા રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આ રીતે દશેરા પર 3 રાજયોગ બની રહ્યા છે જે  કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થશે. તો ચાલો જાણીએ કે દશેરા પર કઈ કઈ રાશિના લોકો ધનવાન બની શકે છે.

દશેરા પર આ રાશિઓ પર થશે ધનનો વરસાદ

આ પણ વાંચો:

કર્ક રાશિ

3 શુભ યોગ કર્ક રાશિના લોકોને વિશેષ લાભ આપશે. આ લોકોનો બિઝનેસ વધશે. વેપારમાં રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. સમાજમાં માન-સન્માન વધશે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે.

તુલા રાશિ

બુધાદિત્ય યોગ તુલા રાશિમાં જ બની રહ્યો છે. તેનાથી આ રાશિના લોકોને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. બચત કરવામાં પણ તમે સફળ રહેશો. નોકરી કરતા લોકોને ઉચ્ચ પદ મળશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી તમને રાહત મળશે.

કુંભ રાશિ

શનિ કુંભ રાશિમાં છે અને શશ રાજયોગ બની રહ્યો છે. કુંભ રાશિના જાતકોને તેનાથી ઉત્તમ પરિણામો મળશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. કરજમાંથી રાહત મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news