Grah Gochar 2023: દિવાળી પહેલા શુક્ર અને શનિની બદલશે ચાલ, આ રાશિના લોકો પર થશે રુપિયાનો વરસાદ

Shani Shukra Gochar 2023: 3 નવેમ્બરે શુક્ર સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શુક્રના ગોચરના બીજા દિવસે 4 નવેમ્બર 2023ના રોજ શનિ માર્ગી થશે. જેના કારણે દિવાળી પહેલા 4 રાશિના લોકોના ઘરમાં અઢળક સંપત્તિ વધશે.

Grah Gochar 2023: દિવાળી પહેલા શુક્ર અને શનિની બદલશે ચાલ, આ રાશિના લોકો પર થશે રુપિયાનો વરસાદ

Shani Shukra Gochar 2023: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તેમાં પણ કેટલાક ગ્રહો એવા છે કે તેમની સ્થિતિમાં ફેરફાર થવાથી લોકોના જીવનમાં મોટા ઉતાર-ચઢાવ આવે છે. જેમ કે- શનિ અને શુક્ર. શુક્ર એ સંપત્તિ, વૈભવ, ભૌતિક સુખ અને પ્રેમનો કારક ગ્રહ છે. જ્યારે શનિ કર્મો અનુસાર ફળ આપે છે. 

આ વર્ષે 12 નવેમ્બરે દિવાળી ઉજવવામાં આવશે અને તે પહેલા શનિ અને શુક્રની સ્થિતિમાં પરિવર્તન થવાનું છે. 3 નવેમ્બરે શુક્ર સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે શુક્રના ગોચરના બીજા દિવસે 4 નવેમ્બર 2023ના રોજ શનિ માર્ગી થશે. જેના કારણે દિવાળી પહેલા 4 રાશિના લોકોના ઘરમાં અઢળક સંપત્તિ વધશે.

દિવાળી પહેલા આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે

આ પણ વાંચો:

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ રાશિના લોકોને ધનલાભ થશે. તમને તમારા કરિયરમાં નવી તકો મળી શકે છે. જીવનમાં ઘણા સુખદ પરિવર્તનો આવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. અટકેલું ધન પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને દિવાળી પહેલા જ દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળશે. ધન લાભ મળી શકે છે. તમને તમારી મહેનતનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કાયદાકીય નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. પ્રમોશન થશે.

મિથુન રાશિ 

મિથુન રાશિના લોકોને દિવાળી પહેલા શનિ અને શુક્રના ગોચરથી ઘણો ફાયદો થશે. તમારી મહેનત ફળ આપશે. કરિયરમાં બદલાવ આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જૂની સમસ્યાઓ દૂર થશે.

મકર રાશિ

દિવાળી પહેલા શુક્ર અને શનિ મકર રાશિના લોકોને જબરદસ્ત લાભ આપી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપારમાં નફો વધશે. વિવાહિત જીવનમાં મધુરતા આવશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news