Raksha Bandhan 2023: હિન્દુ ધર્મમાં પૂનમની તિથિનું વિશેષ મહત્વ છે. પૂનમનું વ્રત કરવાથી અને વિશેષ ઉપાય કરવાથી ઝડપથી લાભ થાય છે. શ્રાવણ મહિનાની પૂનમનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ વર્ષની પૂનમની તિથિ 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટ એ બે દિવસ સુધી રહેશે. આ બે દિવસ દરમિયાન એવા સંયોગ બની રહ્યા છે જે કોઈપણ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. આ સંયોગમાં કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનના મોટામાં મોટા સંકટ પણ દૂર થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રાવણ મહિનાની પૂનમના ઉપાય


આ પણ વાંચો: 


તિલક કરવાથી લઈ મંત્ર જાપમાં શા માટે અનામિકા આંગળીનો જ થાય છે ઉપયોગ જાણો


મફતમાં ક્યારેય ન લેવી આ 4 વસ્તુઓ, દાનમાં પણ મળે તો ન લેતાં, છીનવાઈ જશે સુખ-શાંતિ


ભાઈને રાત્રે રાખડી બાંધી શકાય કે નહીં? રાખડીમાં કેટલી ગાંઠ બાંધવી? જાણો શું છે નિયમ


- જો તમારા ઘરમાં વારંવાર લડાઈ ઝઘડા થતા હોય અને પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જતી હોય તો પૂનમના દિવસે કોઈ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને પીળા વસ્ત્રો તેમજ અનાજનું દાન કરો. 


- જો ભાગ્ય તમને સાથ આપતું ન હોય અને વારંવાર તમને નિષ્ફળતા મળતી હોય તો પૂનમના દિવસે સ્નાન કરવાના પાણીમાં હળદર ઉમેરીને સ્નાન કરો તેનાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં પ્રગતિ થશે.


- જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય અને તેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા રહેતી હોય તો પૂનમના દિવસે સવારે સ્નાન કરી તુલસીના છોડમાં કાચું દૂધ અર્પણ કરો. કામ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને ધનની આવક વધશે.


- પૂનમના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી પણ સકારાત્મક ઉર્જા વધે છે.


- જો ઘરમાં આર્થિક તંગી રહેતી હોય તો પૂનમના દિવસે 11 કોડી માતા લક્ષ્મીની સામે રાખી તેની પૂજા કરો .ત્યાર પછી આ કોડી ને લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકી દો ત્યાર પછી તમારા ઘરમાં ધનની આવક વધવા લાગશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)