Tuesday Remedies: જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગ બલીની પૂજા અને કેટલાક ઉપાયો કરવાથી ભક્તોના જીવનના દુઃખનો નાશ થાય છે. ભક્તો આ ઉપાય કરી લે તો હનુમાનજીની કૃપાથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો ચાલો તમને પણ જણાવીએ મંગળવારે કયા ઉપાયો કરવાથી સુખમય જીવન પસાર કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી વિશેષ ફળ મળે છે. સાથે જ જો કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જાય છે. મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન રહે છે અને કષ્ટથી મુક્તિ મળે છે. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. 


આ પણ વાંચો: આ મંદિરમાં નાળિયેર મુકવાથી મનોકામના થાય છે પુરી, શિવજીનો અભિષેક કરવા નદી થાય બેકાંઠે


મંગળવારના ચમત્કારી ઉપાય


જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે નિયમપૂર્વક પૂજા પાઠ કરો. હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરો તેમજ ધ્યાન ધરો સાથે જ શ્રીરામના નામનો જાપ કરો. આ દિવસે હનુમાન ચાલીસા નો પાઠ પણ કરવો. 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની પૂજા કરી તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ.


હનુમાનજીને લાલ રંગ પ્રિય છે તેથી આ દિવસે હનુમાનજીની પૂજા કરવા માટે લાલ વસ્ત્ર ધારણ કરવા. આમ કરવાથી હનુમાનજી ની શક્તિ પ્રાપ્ત થાય છે અને માનસિક શાંતિ મળે છે.


આ પણ વાંચો: Feng Shui: પતિ ન કરતો હોય કદર અને રહેતો હોય દુર તો કરો આ કામ, અણબનાવ હંમેશા થશે દુર


હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમની પૂજામાં મંગળવારે લાડુ અથવા તો બરફીનો ભોગ ધરાવો. 


ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમના મંદિરે જઈને હનુમાન ચાલીસા કરો. તેમની સાચા મનથી આરાધના કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)