Dream Interpretation of snake: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સ્વપ્નના ફળનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલાક સપના ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિના ભવિષ્ય પર મોટી અસર કરે છે. જેમ કે સ્વપ્નમાં સાપ જોવાનો અર્થ ખૂબ જ વિશેષ છે. સપના જોવાના ઘણા શુભ અને અશુભ અર્થ હોય છે. પરંતુ સ્વપ્નમાં સાપનો રંગ અને તે કેવી રીતે વર્તે છે તે એક મહત્વપૂર્ણ સંકેત આપે છે. કારણ કે નાગ અથવા સાપને ધનનો રક્ષક માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાપના સ્વપ્નનો અર્થ


સ્વપ્નમાં સફેદ રંગનો સાપ 
સ્વપ્નમાં સફેદ રંગનો સાપ જોવો ખૂબ જ શુભ હોય છે. જો તમને સપનામાં સફેદ સાપ દેખાય છે, તો એ સંકેત છે કે તમને જલ્દી જ ઘણા પૈસા મળશે. નોકરી-ધંધામાં તમને મોટી પ્રગતિ મળી શકે છે.


સપનામાં લીલો સાપ 
સપનામાં લીલો સાપ જોવાનો અર્થ છે કે તમને જલ્દી નવી નોકરી મળી શકે છે. બેરોજગારોને રોજગાર મળી શકે છે.


આ પણ વાંચો:
શુક્રની રાશિમાં 'બુધાદિત્ય રાજયોગ', પલભરમાં બદલાઇ જશે આ 3 રાશિઓની કિસ્મત
ટ્રોલ થયેલ Ananya Pandayના આ નાના પર્સની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો! જાણો વિગત
Mental Health: બ્રેકઅપ પછી ડિપ્રેશનમાં આવી ગયા છો? આ 5 રીતે કરો MOVE ON


સપનામાં રંગબેરંગી સાપ
જો સપનામાં રંગબેરંગી સાપ દેખાય છે તો તે તમારા જીવનમાં સોનેરી દિવસોની શરૂઆતનો સંકેત છે. આવા સ્વપ્ન જોવાથી વ્યક્તિને ઉચ્ચ પદ, પુષ્કળ પૈસા અને સન્માન મળે છે.


સપનામાં પીળો સાપ 
જો સપનામાં પીળા રંગનો સાપ દેખાય તો તે તમારા ઘરથી દૂર જવાનો સંકેત આપે છે. તમારે અભ્યાસ, નોકરી-ધંધાના કારણે અથવા અન્ય કોઈ કારણસર તમારું ઘર છોડવું પડી શકે છે.


સપનામાં લાલ સાપ
પનામાં લાલ સાપ જોવાનો અર્થ એ છે કે તમે જલ્દી કોઈ મોટી જવાબદારી નિભાવવા જઈ રહ્યા છો અને તમારે નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને લેવા જોઈએ.


સ્વપ્નમાં કાળો સાપ
સ્વપ્નમાં કાળો લાંબો સાપ જોવાનો અર્થ એ છે કે વ્યક્તિને નોકરીમાં પ્રમોશન, મોટો પગાર મળવાનો છે. તે બગડેલા કામ પાર પડી જવાનો પણ સંકેત આપે છે.


સપનામાં સોનેરી રંગનો સાપ
જો તમને સપનામાં સોનેરી રંગનો સાપ દેખાય છે તો તે એ વાતનો સંકેત છે કે તમે કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે કોઈ ધાર્મિક સ્થાન પર પ્રસાદ ચઢાવવાની વાત કરી હતી, તો તેને જલ્દી પૂરી કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
ડીઝલ કાર ખરીદવાનો પ્લાન હોય તો 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ છે 5 બેસ્ટ ડીઝલ કાર્સ
શરીરના આ ભાગ પર ગરોળી પડે ત્યારે મળે છે સત્તા, કયા હિસ્સા પર પડવાથી મળે છે લાભ
મચ્છરોના ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ, એક પણ મચ્છર આસપાસ નહીં ભટકે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube