Durva Upay: હિન્દુ ધર્મમાં દુર્વાને પૂજનીય માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન ગણેશની પૂજામાં દોરવાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. બુધવારના દિવસે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો દુર્વાનો ઉપયોગ કરી શકાય છે. ગણપતિજીને ઝડપથી પ્રસન્ન કરવા હોય તો દુર્વાના કેટલાક ચમત્કારિક અને અચૂક ઉપાય કરી શકાય છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશની સમર્પિત હોય છે તેથી આ દિવસે દુર્વાના આ ઉપાયો કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં ધનની અને સુખ સમૃદ્ધિની ખામી રહેતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


સૂર્ય-બુધની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, 5 રાશિના લોકોને થશે ધન લાભ


Lizard Indication: જાણો ઘરમાં ગરોળી હોવી શુભ કે અશુભ?


5 મે 2023 ના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ, જાણો સૂતક કાળ માન્ય છે કે નહીં


નોકરી માટે


જો કોઈ વ્યક્તિ પોતાની નોકરી માટે દોડધામ કરે છે અને મહેનત કર્યા પછી પણ નોકરી મળતી નથી તો બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. આમ કરવાથી નોકરીના યોગ તુરંત સર્જાય છે. 


લગ્નમાં આવતી બાધા દૂર કરવા


જો કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થવામાં વારંવાર સમસ્યા આવતી હોય તો બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર ચડાવી અને દુર્વા અર્પણ કરી લગ્નની બાધા દૂર થાય તે માટે પ્રાર્થના કરવી 


બુધ ગ્રહની મજબૂતી માટે


જો કોઈ વ્યક્તિની કુંડલીમાં બુધ ગ્રહ નબળો હોય તો બુધવારના દિવસે બ્રાહ્મણને લીલા રંગના અનાજનું દાન કરવું. 


ધન પ્રાપ્તિ માટે


બુધવારના દિવસે ગણેશજીને 11 અથવા તો 21 દુવાની ગાંઠ ચડાવવી. તેનાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન લાભની તક સર્જાય છે.


આ પણ વાંચો:


Black Rice: કાળા ચોખાના આ 5 ટોટકા છે અત્યંત ચમત્કારી, કરવાની સાથે કરે છે અસર


Surya Gochar: સૂર્ય કરશે રાશિ પરિવર્તન, 30 દિવસ સૂર્યની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય


સ્મશાનમાં શા માટે પહેરવા સફેદ કપડાં? અંતિમક્રિયામાંથી પરત ફર્યા બાદ ન કરવી આ ભુલ


કાર્યમાં સફળતા માટે


ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ કાર્યમાં સફળતા મળતી નથી તેવામાં બુધવારના દિવસે ગાયને ગોળ અને સૂકા ધાણા ખવડાવવા જોઈએ. 


સંબંધોમાં સુધારા માટે


જો ઘરમાં કોઈ વ્યક્તિ વચ્ચે કલેશ થતો હોય તો ગણપતિને બુધવારે 21 બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ ત્યાર પછી આ પ્રસાદ પરિવારના લોકોને ખવડાવવો.
 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)