સ્મશાનમાં શા માટે પહેરવામાં આવે છે સફેદ કપડાં? અંતિમક્રિયામાંથી પરત ફર્યા બાદ ન કરવી આ 3 ભુલ

Garuda Puran : અંતિમ યાત્રા દરમિયાન મોટાભાગના લોકો સફેદ કપડામાં જોવા મળે છે અને સ્મશાનથી પરત આવ્યા પછી સૌથી પહેલા સ્નાન કરવામાં આવે છે અને પછી જ ઘરમાં પ્રવેશ મળે છે. આમ કરવાનું પણ ખાસ કારણ છે. 

સ્મશાનમાં શા માટે પહેરવામાં આવે છે સફેદ કપડાં? અંતિમક્રિયામાંથી પરત ફર્યા બાદ ન કરવી આ 3 ભુલ

Garuda Puran : હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ સોળ સંસ્કાર માંથી અંતિમ સંસ્કાર એક છે. અંતિમ સંસ્કાર એવી પ્રક્રિયા છે જેમાં શરીર પંચતત્વમાં વિલિન થાય છે. તેથી જ અંતિમ સંસ્કાર કરતી વખતે કેટલાક રીતરિવાજોનું પાલન કરવામાં આવે છે. આમ કરવું અનિવાર્ય છે. કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેની અંતિમયાત્રા નીકળે છે અને સ્મશાનમાં લઈ જઈ તેના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. અંતિમ યાત્રા દરમિયાન મોટાભાગના લોકો સફેદ કપડામાં જોવા મળે છે અને સ્મશાનથી પરત આવ્યા પછી સૌથી પહેલા સ્નાન કરવામાં આવે છે અને પછી જ ઘરમાં પ્રવેશ મળે છે. આમ કરવાનું પણ ખાસ કારણ છે. 

આ પણ વાંચો:

શાસ્ત્રો અનુસાર સફેદ રંગ સાત્વિક રંગ છે અને તે શાંતિ વ્યક્ત કરે છે. સાથે જ આ રંગ નકારાત્મક શક્તિઓના સંપર્કમાં આવતા બચાવે છે. તેજીત સ્મશાનમાં જતી વખતે સફેદ રંગના કપડા પહેરવામાં આવે છે જેથી તમે નકારાત્મક ઊર્જાના સંપર્કમાં આવવાથી બચો. 

અંતિમ સંસ્કાર પછી શું ન કરવું ? 

- ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરીને પરત ફરો તો પાછળ ફરીને જોવું નહીં. માન્યતા અનુસાર જો તમે આવું કરો છો તો તમે તે વ્યક્તિનો મોહ ભંગ કરો છો. દાહ સંસ્કાર પછી વ્યક્તિની આત્મા મોહના કારણે પોતાના ઘરે આવવા ઈચ્છે છે તેવામાં પાછળ ફરીને ક્યારેય જોવું નહીં. 

- સ્મશાનથી પરત ફરો એટલે ઘરમાં પ્રવેશ કરતા પહેલા સ્નાન કરવું જોઈએ. માન્યતા છે કે સ્મશાનમાં ઘણા પ્રકારની નકારાત્મક ઉર્જાઓ રહેતી હોય છે તેથી ઘરે આવીને સૌથી પહેલા સ્નાન કરી પહેલા કપડાં ધોઈ નાખવા જોઈએ ત્યાર પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. 

- જે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં 12 દિવસ સુધી તે વ્યક્તિની આત્માને શાંતિ માટે દીવો પ્રજવલિત કરવો જોઈએ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન પિંડદાન કરવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news