Astro tips: શાસ્ત્રો અનુસાર ઘરના રસોડામાં સાક્ષાતમાં અન્નપૂર્ણા નો વાસ હોય છે. તેથી જ રસોડા સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી થઈ જાય છે. જ્યારે પણ કોઈ ખાસ તહેવાર હોય ત્યારે ભોજનમાં વિશેષ પ્રકારના પકવાન બને છે. જેના પણ નિયમો હોય છે. જેમકે એકાદશીના દિવસે ચોખા બનાવવા માટે ભાત ખાવા અશુભ ગણાય છે.. આવી જ રીતે શાસ્ત્રમાં રોટલી સંબંધિત પણ કેટલાક નિયમ છે. વર્ષ દરમિયાન એવા કેટલાક દિવસો હોય છે જ્યારે ઘરમાં રોટલી બનાવવી અને ખાવી ખૂબ જ અશુભ ગણાય છે. શાસ્ત્રો અનુસાર આ તહેવારો પર ઘરમાં રોટલી બનાવવી જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તહેવારો પર ઘરમાં ન બનાવો રોટલી


આ પણ વાંચો:


Garuda Purana: ગરુડ પુરાણ અનુસાર જીવનસાથીની આ 4 આદતો ઘરને બનાવે છે નરક સમાન


મફતમાં ક્યારેય ન લેવી આ 4 વસ્તુઓ, દાનમાં પણ મળે તો ન લેતાં, છીનવાઈ જશે સુખ-શાંતિ


Vastu Tips: અમીર બનવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય, સ્નાન કર્યા પછી કરી લેવું આ કામ


શીતળા અષ્ટમી


ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ શીતળા અષ્ટમી તરીકે ઉજવાય છે. આ દિવસે માતા શીતળા ની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે. આ દિવસે ઘરમાં ગરમ રસોઈ બનાવી કે રોટલી બનાવવાની મનાઈ હોય છે.


શરદ પૂર્ણિમા


શરદપૂર્ણિમાની રાત ખૂબ જ શુભ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે આકાશમાંથી અમૃત વર્ષે છે તેથી સાંજના સમયે ખીર બનાવીને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે અને તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. શરદપૂર્ણિમાના દિવસે પણ રોટલી બનાવવાની મનાઈ હોય છે.


નાગ પંચમી


શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં આવતી નાગ પંચમીના દિવસે પણ રસોડામાં રોટલી બનાવવાની મનાઈ હોય છે. શાસ્ત્રો અનુસાર નાગની ફેણને તવાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ચૂલા પર તવા ચડાવવાની મનાઈ હોય છે. 


દિવાળી


દિવાળીનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત દિવસ છે આ દિવસે પણ ઘરમાં રોટલી બનાવવાની મનાઈ હોય છે આ દિવસે ખાસ પકવાન બનાવીને માતા લક્ષ્મીને ધરવાનું હોય છે.


ઘરમાં મૃત્યુ થાય ત્યારે


જો ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો રોટલી બનાવવી જોઈએ નહીં. હિન્દુ ધર્મ અનુસાર મૃતક ના તેરમા દિવસની ક્રિયાઓ પૂર્ણ થયા પછી જ ઘરમાં રોટલી બનાવવી જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)