દ્વારકા મંદિરમાં ફરી બદલાયો ધજા ચઢાવવાનો નિયમ : આજથી પાંચના બદલે છ ધજા ચઢશે, જાણો કેમ
Dwarkadhish Temple : દ્વારકા જગત મંદિર પર બિપોરજોય વાવાઝોડાને લઇને કેટલાક દિવસો ધજા ચઢવાઈ ન હતી. ત્યારે આવી ચડાવી ન શકાય હોય તેવી ધજાઓ આજથી મંદિરમાં ચડાવાશે
Gujarat Temples : ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. આ પૌરાણિક મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. અહી મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે, જે અબોટી બ્રાહ્મણો દ્વારા ચઢાવાય છે. પરંતુ તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાના ખતરાને કારણે ભારે પવનને કારણે મંદિર પર ધજા ચઢાવવાનું બંધ કરાયુ હતું. તેમજ આ ધજા ભગવાનને પ્રસાદ રૂપે અર્પણ કરાઈ હતી. ત્યારે હવે વાવાઝોડાને કારણે ન ચઢાવી શકાયેલી ધજાને હવે ફરીથી શિખર પર ચઢાવાશે. આજથી મંદિર પર 5 નહિ 6 ધજા ચઢાવાશે.
15 ધજા ચઢાવવાની બાકી છે
દ્વારકાના ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જણાવ્યું કે, દ્વારકા જગત મંદિર પર બિપોરજોય વાવાઝોડાને લઇને કેટલાક દિવસો ધજા ચઢવાઈ ન હતી. ત્યારે આવી ચડાવી ન શકાય હોય તેવી ધજાઓ આજથી મંદિરમાં ચડાવાશે. ભારે પવનનાં કારણે લગભગ 15 જેટલી ધજા ચડાવી શકાય ન હતી. આમ તો પરંપરા મુજબ દરરોજ જગત મંદિરનાં શિખર પર પાંચ ધજાજી ચડાવવામાં આવે છે. પરંતું આજથી 6 ધ્વજાજી ચડાવશે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : આજથી 3 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી
બિપોરજોયમાં ધજા ચઢાવાઈ ન હતી
ગત મહિને બિપોરજોય વાવાઝોડાના સંકટને કારણે અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાંદ્વારકા મંદિરમાં આજે ધજા નહિ ચડાવી શકાય તેવુ જણાવાયુ હતું. માત્ર દ્વારકાધીશને ધજાને પ્રસાદના રૂપે ધરવામાં આવશે. ભારે પવન અને વરસાદને કારણે ધજા ચઢાવવી શક્ય ન હોવાથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. પરંપરા મુજબ, મંગળવારની પાંચ ધજા ચઢાવી નથી, તેને ભગવાનના ચરણોમાં અર્પણ કરાઈ હતી. 16 તારીખ જુન સુધી સંકટ ટળી જશે અને વાતાવરણ નોર્મલ થઈ જશે ત્યારે જ હવે દ્વારકા મંદિર પર ધજા ચઢાવવામા આવશે તેવુ નક્કી કરાયુ હતું.
રોજ 5 ધજા ચઢે છે
દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે કે મશીનના દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે. પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનુ કામ કરે છે.
વલસાડમાં દીપડો માનવભક્ષી બન્યો : બે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો, ચાર લોકો ઈજાગ્રસ્ત
અબોટી બ્રાહ્મણો ચઢીને જ ધજા ચઢાવે છે
જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનુ કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછુ નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી. પરંતુ આ આ કામમાં મોટુ જોખમ રહેલું છે. ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે. જોકે, આવા સમયે પણ પ્રથા તો બંધ કરાતી જ નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનુ ચૂક નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચઢે છે. પરંતુ તેની ઊંચાઈ કરતા ઓછી હાઈટ પર ચઢાવાય છે. જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહિ. 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચઢાવાય છે.
ભેગું કરો ઘરનું બધુ પ્લાસ્ટિક : ગુજરાતના આ શહેરમાં પ્લાસ્ટિક બેગના બદલે મળશે રૂપિયા
આ વિશે દ્વારકા મંદિરના પૂજારી દીપકભાઈ રમણીકભાઈ પૂજારી કહે છે કે, દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ધજા ચઢાવવા જેવો કોઈ શબ્દ જ નથી. કારણ કે, પરંપરા મુજબ ધજા વર્ષોથી ધજા ચઢે જ છે. અડધી કાઠી એટલે કંઈ બન્યુ હોય તો આવો શબ્દ વપરાત. પરંતુ દ્વારકા મદિરમાં જે ધજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ પાટલીએ ધજા કહેવાય છે. લોકો તેનુ અર્થઘટન ખોટુ કરે છે. ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે, ધજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે.
Amreli : પૂરના પાણીમાં 3 સિંહ તણાયા, વીડિયો સામે આવતા થયો ખુલાસો
તેમની આસ્થા છે કે તેઓ પાતાના હાથથી ધજા ચઢાવે છે. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતા એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસે પાંચ દિવસ ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લસરી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે. લોકો અડધી કાઠીથી ખોટુ અર્થઘટન કરે છે તેવુ કહેતા તેઓ જણાવે છે કે, દ્વારકા મંદિર માટે અડધી કાઠીએ ધજા એ શબ્દ યોગ્ય ન કહેવાય. આ શબ્દ સોશિયલ મીડિયાથી ફેલાયો છે. જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 2001 માં આવેલા ભૂકંપ અને ગત વર્ષે તૌકતે સમયે પણ મંદિરમાં ધજા તો ચઢી જ હતી.
Guru Purnima : સાળંગપુરમાં દાદાને સોનાનો શણગાર કરાયો, આ તસવીરો જોઈને નજર નહિ હટે તમારી