Budh-Surya Yuti 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ઓક્ટોબર મહિનામાં પણ ઘણા મોટા ગ્રહનો રાશિ પરિવર્તન થવાનું છે. જેમાં ગ્રહોના રાજકુમાર બુધનો પણ સમાવેશ થાય છે. 1 ઓક્ટોબર 2023 ના રોજ બુધ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે કન્યા રાશિમાં પહેલાથી જ સૂર્ય હશે. જેના કારણે કન્યા રાશિમાં બુધ અને સૂર્યની યુતિ સર્જાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે પણ એક રાશિમાં બુધ અને સૂર્યની યુતિ સર્જાય છે તો તેના કારણે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અત્યંત શુભ ગણાતા યોગમાંથી એક બુધાદિત્ય યોગ પણ છે. ઓક્ટોબર મહિનામાં જે બુધાદિત્ય યોગ સર્જાવવાનો છે તે 5 રાશિના લોકો માટે વરદાન સમાન સાબિત થશે. આ રાશિના લોકોના જીવનમાં આ સમય દરમિયાન સકારાત્મક પરિવર્તન જોવા મળશે તેમને નોકરી અને વેપારમાં જબરદસ્ત નફો થશે.


બુધાદિત્ય યોગથી આ 5 રાશિને થશે ફાયદો


આ પણ વાંચો:


સૌથી વધુ રોમેન્ટિક હોય છે આ 4 રાશિઓ, પાર્ટનરને રહે છે લોયલ અને પ્રેમ કરવામાં નંબર વન


Astro Tips: ઘરના આ 5 ખૂણામાં રાખી દો કપૂરના ટુકડા, દિવસ-રાત વધશે ઘરમાં ધનની આવક


ગણેશ ચતુર્થી પર ગણપતિ ઘરે લાવો તો આ વાતનું રાખજો ધ્યાન, ગણેશ સ્થાપનામાં ન કરવી આ ભુલ


મેષ રાશિ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધાદિત્ય રાજયોગની શુભ અસર મેષ રાશિના લોકોના જીવન પર જોવા મળશે. આ સમય દરમિયાન આ લોકોને કોર્ટ કેસમાં મોટી રાહત મળી શકે છે. વેપાર કરનારા લોકોને આ સમયગાળા દરમિયાન મોટો ફાયદો થશે. સાથે જ નોકરીયાત લોકોને આ સમયે પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે.


કન્યા રાશિ 


બુધ અને સૂર્યની યુતિથી બનેલો બુધાદિત્ય રાજયોગ આ રાશિ માટે પણ શુભ માનવામાં આવે છે. ઓક્ટોબર માસ દરમિયાન વેપારમાં આર્થિક લાભ જોવા મળશે. નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે. તમને તમારા પિતા તરફથી આર્થિક મદદ મળશે. પૈસાની આવક થશે. ભાગીદારીના કામમાં જબરદસ્ત લાભ થશે.


ધન રાશિ


બુધ અને સૂર્યની યુતિ ધન રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. આ દરમિયાન સૂર્ય અને બુધ બંને ગ્રહો એકસાથે આ રાશિના લોકોનું નસીબ ચમકાવશે. આ સમય દરમિયાન વેપારમાં નાણાકીય લાભ થશે. નોકરીમાં પ્રમોશનની સાથે અચાનક આર્થિક લાભ પણ થશે. સંપત્તિમાં વધારો થશે.


આ પણ વાંચો:


Ravi Pushya Yog: 10 તારીખે રવિ પુષ્ય યોગ, રાતોરાત વધશે 3 રાશિના લોકોનું બેંક બેલેન્સ


પીપળાના ઝાડ સંબંધિત આ ટોટકા ઘરમાં વધારે છે ધનની આવક, કલાકોમાં મનની ઈચ્છા થાય છે પુરી


સિંહ રાશિ 
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકોને આ સમય દરમિયાન સાનુકૂળ પરિણામ મળે છે. ઓક્ટોબરમાં મહિનામાં વ્યવસાયમાં જબરદસ્ત નાણાકીય લાભ થશે. નોકરીમાં બદલાવની પણ શક્યતાઓ છે. વિદેશથી આર્થિક લાભ થવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.


વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકોના ધંધાકીય કામમાં જબરદસ્ત વધારો થશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ અનુકૂળ સમય છે. જે લોકો લાંબા સમયથી ધંધામાં ખોટ સહન કરી રહ્યા છે તેમના માટે બુધાદિત્ય યોગ વરદાન સમાન રહેશે. આ સમય દરમિયાન વ્યવસાયમાં જબરદસ્ત નાણાકીય લાભ થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)