Astro Tips: ઘરના આ 5 ખૂણામાં રાખી દો કપૂરના ટુકડા, દિવસ-રાત વધતી રહેશે ઘરમાં ધનની આવક

Astro Tips: કપૂરનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ધન અને આકર્ષિત કરવા માટે નિયમિત રીતે ઘરના કેટલાક ખૂણામાં કપૂર સળગાવવું જોઈએ. કામ કરવાથી ઘરમાં ધનની આવક વધે છે.

Astro Tips: ઘરના આ 5 ખૂણામાં રાખી દો કપૂરના ટુકડા, દિવસ-રાત વધતી રહેશે ઘરમાં ધનની આવક

Astro Tips: વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાય દર્શાવવામાં આવ્યા છે જેને કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે. ખાસ કરીને આર્થિક રીતે સધ્ધર થવા માટે વાસ્તુ નિષ્ણાતો કપૂરના કેટલાક ઉપાયોને ખૂબ જ અસરકારક જણાવે છે. જો તમારા ઘરની આર્થિક સ્થિતિ નબળી હોય અને ઘરમાં પૈસા ટકતા ન હોય તો તમે કપૂરના ઉપાયો કરી શકો છો .

વાસ્તુશાસ્ત્ર અનુસાર કપૂરનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ધન અને આકર્ષિત કરવા માટે નિયમિત રીતે ઘરના કેટલાક ખૂણામાં કપૂર સળગાવવું જોઈએ. કામ કરવાથી ઘરમાં ધનની આવક વધે છે.

આ પણ વાંચો:

મુખ્ય દ્વાર પર કપૂર

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર માંથી જ સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઊર્જા પ્રવેશ કરે છે. જો તમે રોજ એક કપૂરનો ટુકડો મુખ્ય દ્વાર પાસે સળગાવો છો તો માતા લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે અને ધનલાભના યોગ બને છે.

મંદિરમાં કપૂર

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં પણ કપૂર સળગાવવું શુભ છે. ઘરમાં ઉર્જા નું કેન્દ્ર મંદિર હોય છે. અહીં કપૂર સળગાવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ આખા ઘરમાં ફેલાય છે જેના કારણે આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે. 

પૂજા દરમિયાન સળગાવવું કપૂર

કપૂર નો ઉપયોગ પૂજા પાઠમાં મુખ્ય સામગ્રી તરીકે કરવામાં આવે છે. ઘરમાં થતી નિયમિત પૂજા દરમિયાન પણ કપૂર સળગાવવું જોઈએ તેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને માનસિક વિકાસ દૂર રહે છે.

આ પણ વાંચો:

તિજોરીમાં રાખો કપૂર

તને લાભ માટે કપૂરનો એક નાનકડો ટુકડો તિજોરીમાં રાખવો જોઈએ તેનાથી ધન આકર્ષિત થાય છે. તિજોરીમાં કપૂર રાખવાથી વધારાના ખર્ચ અટકે છે અને માતા લક્ષ્મી તેમજ કુબેર દેવની કૃપા તિજોરી પર રહે છે.

રસોડામાં કપુર

રસોડામાં પણ કપૂરનો ટુકડો રાખવો શુભ ગણાય છે. કપૂરના ટુકડા રસોડામાં રાખવાથી ઘરમાં ધન અને અન્ન ક્યારે ખૂટતું નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news