Gujarat Tourism : આજે સમગ્ર વિશ્વ શાંતિમય અને સમૃદ્ધ ભવિષ્ય તરફ માર્ગદર્શન કરવા ભારત સામે મીટ માંડીને બેઠું છે. ત્યારે ભારત જી-20 સમૂહનું માર્ગદર્શન કરી રહ્યું છે. ભારત ભ્રમણ કરી રહેલ જી-20 સમૂહના વૈજ્ઞાનિકો, વિચારકો અને ઑફિશ્યલ ડેલિગેટ્સ સોમનાથ મંદિરના દર્શને પહોંચ્યા હતા. વિશ્વને ભારતના સાંસ્કૃતિક સામર્થ્યનો પરિચય આપી રહેલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. પ્રધાનમંત્રીના વસુધૈવ કુટુંબકમના વિચારને લક્ષમાં રાખીને આધ્યાત્મનો પ્રસાર કરતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા G20ના મહેમાનો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સોમનાથમાં G-20 ડેલિગેટ્સના સ્વાગતમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી હતી જેમાં સોમનાથ મંદિર, મહાદેવ શિવજી, અને ગીરની ઓળખ એશિયાટિક સિંહ તેમજ G20 ના લોગો સાથે બે દિવસની મેહનત કરીને રંગોળી તૈયાર કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમનાથ મંદિરના અદભુત ઇતિહાસ અને વિસર્જન પછી સર્જનની સોમનાથની ગાથા જાણીને વિદેશી ડેલિગેટ્સ અભિભૂત થયા હતા. તમામ મહેમાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ ત્રિપુંડ અને ચંદન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગનું મહાત્મ્ય સમજાવીને તેઓને મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ યજ્ઞનો લાભ આપવામાં આવ્યો હતો. સનાતન ધર્મમાં યજ્ઞ પરંપરા અને તેમાં આહુતિ આપવામાં આવતા પવિત્ર દ્રવ્યો અંગે તૈયાર કરાયેલ શોર્ટ ફિલ્મ પણ મહેમાનોને બતાવવામાં આવી હતી. સનાતન ધર્મ હંમેશા વિશ્વ શાંતિ માટે ચિંતન અને પ્રાર્થના કરતો આવ્યો છે. ત્યારે વિશ્વભરના જુદા જુદા દેશોમાંથી આવનાર ડેલીગેટસ્ ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા લઘુ યજ્ઞ પદ્ધતિ દ્વારા યજ્ઞ કરાવવામાં આવ્યો હતો.


ચોમાસા માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, રોહિણી નક્ષત્ર પરથી આપ્યા વરસાદના સંકેત


ગીર સોમનાથ જિલ્લાના નાના એવા કાજલી, તાતિવેલાં, અને ઇન્દ્રોઇ ગામની ગ્રામીણ મહિલાઓ દ્વારા નિર્માણ કરેલ યજ્ઞ સમગ્રી દ્વારા ઇંગ્લેન્ડ, અમેરિકા અને સ્પેન સહિત વિશ્વભરના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ યજ્ઞ કર્યો હતો જે પણ વિશ્વ એક પરિવાર છે તે સંદેશની સાક્ષી આપે છે.


સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાંતિ મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, સહિતના વેદોક્ત મંત્રો સાથે મહેમાનોને યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. યજ્ઞના અંતે વિદેશી ડેલીગેટસ્ પણ હર હર મહાદેવના નાદ અને જય સોમનાથના નાદમાં જોડાયા હતા જે જોઈને વિશ્વબંધુતાની ઉદ્દાત વના વધુને વધુ સુંદર બની હતી.


મેહાણીઓમાં કેનેડા-અમેરિકા જવાનો ગાંડો ક્રેઝ, માત્ર 3 મહિનામાં આટલા લોકો વિદેશ ઉપડ્યા


સોમનાથમાં યજ્ઞ કરીને પોતાના અનુભવને વર્ણવતા યુરોપિયન યુનિયનના કાઉન્સિલર પેરિક ફિલોન અશિડાએ જણાવ્યું કે " વિશ્વમાં ચારે તરફ તણાવ વચ્ચે વિશ્વ શાંતિ માટે યજ્ઞ ઉત્તમ બાબત છે હું ભારતના કલ્ચર અને સંસ્કૃતિને પસંદ કરી રહ્યો છું. ભારતનો આભાર, નમસ્તે..."


ઈન્ડોનેશિયાથી આવેલ ડીપ સી રિસર્ચ સેન્ટર ના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વૈજ્ઞાનિક ડૉ.ઇન્તાન સૂચિ નુરાહતી પોતાનો યજ્ઞ અનુભવ વર્ણવતા જણાવ્યું કે, "વિવિધ ધર્મના અનેક દેશોના લોકોએ સાથે મળી સોમનાથમાં વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી, હાલમાં વિશ્વને આ શાંતિની જરૂર છે આપનો ભારતનો આભાર."


ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે, એક પરિવારે શેર કર્યો વીડિયો