Garuda Purana ના આ 5 નિયમોનું પાલન કરશો તો ક્યારેય નહીં થાઓ દુઃખી, બદલાઈ જશે તમારું જીવન!
જો તમે પણ ખુશ રહેવા માગતા હોય તો જરૂર કરો આ 5 નિયમોનું પાલન. આ નિયમોનું પાલન કરવાથી તમારા જીવનના દરેક કામમાં તમે સફળ થશો. તમારા પરિવારના સભ્યો દરેક કામમાં સફળ થશે.
નવી દિલ્લીઃ જો તમે પણ ખુશ રહેવા માગતા હોય તો જરૂર કરો આ 5 નિયમોનું પાલન. આ નિયમોનું પાલન કરવાથી તમારા જીવનના દરેક કામમાં તમે સફળ થશો. તમારા પરિવારના સભ્યો દરેક કામમાં સફળ થશે. દરેક વ્યક્તિ તેના જીવનમાં સુખ લાવવા માગતો હોય છે. અને તેની માટે મહેનત પણ કરવી ખૂબ જ જરૂરી હોય છે. અને જો ભગવાનની કૃપા અને કિસ્મતનો સાથ હશે તો સુખ તમારા ઘરમાંથી ક્યારેય જશે નહીં. અને અમુક વાર મહેનત કરી હોવા છતા પણ સફળતા મળતી નથી. ગરુડ પુરાણના આ 5 નિયમોનું પાલન કરવાથી તમારા જીવનમાં આવતી મુશ્કેલીથી બચાવ થઈ શકશે.
કુળદેવી- દેવતાની પૂજા કરો:
હિન્દુ ધર્મમાં દરેક પરિવારમાં કુળદેવી-દેવતા હોય જ છે. અને કોઈ ખાસ અવસર પર તેમની પૂજા જરૂર કરવી જોઈએ. જેથી કુળદેવીના આર્શીવાદ સદાય તમારી સાથે રહે. અને પરિવારમાં હંમેશા સુખ-સમૃદ્ધિ આવતી રહે.
દરરોજ ભગવાનને ભોગ ચઢાવો:
તમારા ઘરમાં બન્યા ભોજનને જમતા પહેલા ભગવાનને ભોગ ચઢાવવો જોઈએ. જેથી તમારા ઘરમાં અન્નની અછત ન પડે.
અન્નનું કરો દાન:
હંમેશા તમારા શક્તિના અનુસાર ગરીબોના જરૂરી ખાવા-પીવાની વસ્તુઓનું દાન કરો. ખાવા-પીવાની વસ્તુઓ દાન કરવાથી તમારા પાછલા જન્મના પાપ થશે નષ્ટ.
સારા પુસ્તકો વાંચો:
દરરોજ માત્ર 4-5 પન્ના ધર્મ ગ્રંથના અથવા સારા પુસ્તકોનું વાંચવા જોઈએ. આ કરવાથી તમારા જીવનમાં તમને સાચી દિશા મળશે.
ધ્યાન:
હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તપ-સાધનાનું વિશેષ મહત્વ હોય છે. ધ્યાન દરેક વ્યક્તિના અંદર યાત્રા કરે છે. અને તેથી તમારા મનને શાંતિ મળશે. તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે.
લગ્ન થવામાં વારંવાર આવે છે વિઘ્ન? તો બદલાતી જતી ગ્રહોની ચાલ વચ્ચે અજમાવી જુઓ આ ઉપાય!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube