બરાડા પાડવાથી શિયાળ કંઈ સિંહ ન બની જાય, મૂર્ખ અને ઘમંડીનો અંજામ જાણવા વાંચો સિંહ અને ઘમંડી શિયાળની વાર્તા

મૂર્ખ અને ઘમંડીનું જીવનમાં છેલ્લે શું થાય છે? જાણવા માટે વાંચો સિંહ અને ઘમંડી શિયાળની વાર્તા. વાર્તા વાંચીને તમે પણ કહેશો કે સિંહ તો સિંહ હોય છે અને ગમે તેટલાં બરાડા પાડવાથી શિયાળ ક્યારેય ન બની શકે સિંહ.

બરાડા પાડવાથી શિયાળ કંઈ સિંહ ન બની જાય, મૂર્ખ અને ઘમંડીનો અંજામ જાણવા વાંચો સિંહ અને ઘમંડી શિયાળની વાર્તા

નવી દિલ્લીઃ બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત મહાન ગ્રંથ છે ત્રિપિટક. આ ગ્રંથના એક ભાગને જાતક વાર્તાઓ કહેવામાં આવે છે. આ વાર્તાઓમાં મહાત્મા બુદ્ધના પૂર્વ જન્મોની વાર્તાઓ છે, જેમાં તેમણે ઘણા જુદા જુદા માણસોના રૂપમાં જન્મ લઈને વિશ્વનું કલ્યાણ કર્યું હતું. આ વાર્તાઓ પૈકીની એક વાર્તા અહીં રજૂ કરવામાં આવી છે.

No description available.

સિંહને મળ્યો શિયાળ:
પ્રાચીન હિમાલયની ગુફામાં એક શકિતશાળી સિંહ રહેતો હતો. એક દિવસ તે ભેંસનો શિકાર કરીને તેને ખાઈને પોતાની ગુફા તરફ પાછો ફરી રહ્યો હતો. ત્યાં રસ્તામાં તેને એક શિયાળ મળ્યો. તે ખૂબ જ માંદો અને બિમાર હતો. સિંહને જોતાની સાથે શિયાળે તેની સામે નમીને દંડવત પ્રણામ કર્યા. જ્યારે સિંહે તેને (શિયાળને) દંડવત પ્રણામ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, "સરકાર હું તમારો સેવક બનવા માગુ છું. કૃપા કરીને મને તમારા આશ્રયમાં લઈ જાઓ. હું તમારી સેવા કરીશ અને તમે જે શિકાર છોડ્યા છે તેનાથી જીવનનિર્વાહ કરીશ. " સિંહે તેની વાત માની લીધી અને શિયાળને મિત્રવત્ પોતાની શરણમાં રાખ્યો.

સિંહની સાથે રહી શિયાળ થયો ઘમંડી:
થોડા દિવસોમાં, સિંહ દ્વારા છોડી દેવાયેલા શિકારને ખાધા પછી શિયાળ ખૂબ તંદુરસ્ત બની ગયુ. રોજ સિંહની બહાદુરી જોઈને તે પણ પોતાને સિંહનાં પ્રતિરૂપ માનવા લાગ્યો. એક દિવસ તેણે સિંહને કહ્યું, “ઓહ સિંહ! હું હવે તમારા જેટલો શક્તિશાળી બની ગયો છું. આજે હું એક હાથીનો શિકાર કરીશ અને તેને ખાઈશ. હું તેનું વધેલુ માંસ તમારા માટે રાખી મૂકીશ. " સિંહે હંમેશા શિયાળને એક મિત્ર તરીકે જોયો હતો. તેથી તેની વાતો પર સિંહને ગુસ્સો ન આવ્યો, પરંતુ શિયાળને આમ કરવાથી અટકાવ્યો.

No description available.

છેવટે મરી ગયો ઘમંડી શિયાળ:
ઘમંડી અને દંભી બની ગયેલા શિયાળે સિંહના સૂચનનું ધ્યાન ન રાખ્યું અને પર્વતની ટોચ પર જઈને ઉભો રહ્યો. ત્યાંથી તેણે આસપાસ જોયું અને પર્વત નીચે હાથીઓનું એક નાનું ટોળું જોયું. ત્યાર પછી તેણે ત્રણવાર સિંહની જેમ ગર્જના કરવાનો પ્રયાસ કર્યો અને એક મોટા હાથી પર શિકાર કરવાના ઈરાદે છલાંગ લગાવી.

શિયાળ એક શિયાળ જ રહે છે. ઘાત લગાવવાનું અને લાંબી છલાંગ લગાવવાનું તો શિયાળે શિખ્યુ જ ન હતું. પરિણામે છલાંગ લગાવતી વખતે શિયાળ સંતુલન ન જાળવી શક્યો અને હાથીના માથા પર પડવાના બદલે હાથીના આગળના પગની સામે પડી ગયો. હાથી પોતાની મસ્તાની ચાલમાં આગળ વધ્યો. પોતાનો પગ શિયાળ પર મૂકીને તેને કચડીને પોતાના રસ્તે આગળ વધ્યો. પહાડની ટોચ પર ઉભા રહેલા સિંહે આખુ દ્રશ્ય જોયુ, અને મનમાં ને મનમાં બોલ્યો, જે મૂર્ખ અને ઘમંડી હોય છે તેમનું આ જ પરિણામ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news