Astro Tips: હિન્દુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન દીવો કરવાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. ઘરમાં પણ નિયમિત સવારે અને સાંજે દીવો પ્રજવલિત કરવામાં આવે છે. ઘરમાં દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા થાય છે જેનો ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર બંનેમાં કરવામાં આવ્યો છે. દીવો પ્રજવલિત કરવાથી અંધકાર દૂર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. ઘરમાં દીવો તેલ અથવા તો ઘી વડે કરવામાં આવે છે. તેલમાં પણ સરસવનું તેલ ચમેલી નું તેલ વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. અલગ અલગ દેવી-દેવતાની પૂજામાં અલગ અલગ પ્રકારના દીવા કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવિધ પ્રકારના દીવા કરવાનું મહત્વ


આ પણ વાંચો:


ગુરુ વક્રી થઈ બદલી દેશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, રાતોરાત અમીર બને તો નવાઈ નહીં..


Shukra Ast : 7 ઓગસ્ટે શુક્રની દુર્લભ ઘટનાથી 4 રાશિના લોકોના માટે શરુ થશે મુશ્કેલ સમય


Vastu Tips: ઘરમાં પોતા કરતી વખતે કરેલી આ ભુલ લાવે છે ગરીબી, તમે તો નથી કરતાંને ?


શનિદેવની પૂજામાં સરસવના તેલનો દીવો કરવો શ્રેષ્ઠ ગણાય છે. તેવી જ રીતે હનુમાનજી પ્રસન્ન કરવા ચમેલીના તેલનો દીવો પ્રગટાવો જોઈએ. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દીવા માટેના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો ખૂબ જ અસરકારક છે.


સાંજે મુખ્ય દ્વાર પર દીવો કરવો


સંધ્યા સમયે દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ સમય માતા લક્ષ્મીના ઘરમાં આગમનનો સમય હોય છે. સંધ્યા સમયે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતી નથી. મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને અઢળક ધનની પ્રાપ્તિ થાય છે. આ ઉપાય વ્યક્તિને ઝડપથી ધનવાન બને છે.  


સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય સાંજે 6 થી 8 છે. ઘરના મુખ્ય દરવાજા પર દીવો એવી રીતે પ્રગટાવો કે જ્યારે તમે બહાર જાઓ ત્યારે દીવો તમારી જમણી બાજુ આવે. દીવાની જ્યોતની દિશા ઉત્તર અથવા પૂર્વ તરફ હોવી જોઈએ. 


આ પણ વાંચો:


આવા લોકો સાથે એક ક્ષણ માટે પણ દોસ્તી ન રાખો, ગમે ત્યારે સાપ બનીને દંશ આપશે


ભાગ્યોદય થતાં પહેલા મળે છે આ સંકેત, આ શુકન થાય તો સમજી લેવું થશે ધનના ઢગલા


તુલસીના છોડ પાસે પણ દીવો પ્રગટાવો
 
સવારે તુલસીના છોડને જળ ચઢાવવું અને તેની પૂજા કરવી. ત્યારબાદ સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. 



(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)