જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહો નિયત સમયે ગોચર કરતા રહે છે. શુક્ર પણ એક એવો જ ગ્રહ છે જે હાલ મકર રાશિમાં ગોચર કરે છે પરંતુ 11 દિવસ બાદ એટલે કે 28 ડિસેમ્બરે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના આ ગોચર બાદ કેટલીક રાશિવાળાનું ભાગ્ય પલટી જશે અને નવા વર્ષમાં બંપર ધનલાભના પ્રબળ યોગ સર્જાશે. સમાજમાં માન સન્માન વધશે. શુક્ર ગોચરના કારણે કોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
શુક્રના રાશિ પરિવર્તન કરવાથી બિઝનેસ કરનારાઓને ઘણો ફાયદો થશે. તેમને નવી ડીલ મળી શકે છે. બેરોજગારોને નોકરી મળવાના યોગ છે. જે લોકો જોબ ચેન્જ કરવાનું વિચારતા હોય તેની ઈચ્છા પૂરી થઈ શકે છે. જીવનસાથી સાથે તાલમેળ સારો રહેશે. 


મેષ રાશિ
શુક્રના ગોચરના પ્રભાવથી મેષ રાશિવાળા પોતાના કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહેશે. બોસ તમારા કામથી ખુશ રહેશે. તેઓ તમને મોટી જવાબદારી આપવા પર વિચાર કરી શકે છે. કોઈ જૂના રોકાણથી તમને અચાનક ધનલાભ થઈ શકે છે. કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમના ફેવરમાં નિર્ણય આવી શકે છે. 


મિથુન રાશિ
શુક્ર ગોચરના કારણે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. માત્ર સામાજિક કાર્યોમાં નહીં પરંતુ ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. જરૂરિયાતવાળાને મદદ માટે દાનપુણ્ય પણ કરશો. પરિવાર સાથે તમે કોઈ તીર્થયાત્રા પર જઈ શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. 


Disclaimer: 
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.