Gujarat Tourism બુરહાન પઠાણ/આણંદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા 500 રૂપિયાને અઢીસો રૂપિયામાં કરાવવામાં આવતા વીઆઈપી દર્શનનો વિરોધ જોવા મળ્યો છે. ડાકોરમાં VIP દર્શન વ્યવસ્થાનો હવે નવો વિરોધ સામે આવ્યો છે. સરપંચ એસોસિયેશન ક્ષત્રિય સેનાએ તેનો વિરોધ કર્યો. સરપંચ એસો. અને કરણી સેનાએ આ અંગે આવેદન આવ્યું, જેમાં VIP દર્શન બંધ કરવા સહિતની બીજી કેટલીક માંગણી કરાઈ છે. જેમાં મહત્વની રજૂઆત એ છે કે, સ્ત્રીઓની લાઈનમાં સ્ત્રીઓને જ દર્શન માટે પ્રવેશ હોવો જોઈએ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, ડાકોર મંદિરમાં 500 રૂપિયા ચૂકવી વીઆઈપી દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી છે. 500 રૂપિયા ચૂકવી ભક્તો સન્મુખ દર્શન કરી શકશે. આ સાથે જ મહિલાઓ માટેની જાળીમાંથી જો પુરુષોએ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડાકોર વિવાદમાં હવે સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેનાએ ઝંપલાવ્યું છે. સરપંચ એસોસિએશન ક્ષત્રિય સેના અને કરણી સેના દ્વારા આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઠાસરા પ્રાંત અધિકારીને કેટલીક રજૂઆતોનું આવેદનપત્ર આપી વિરોધ કરાયો છે. જય રણછોડના નાદ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ આવેદનપત્ર આપ્યું. 


2004ના મંત્ર સાથે 2024માં ભાજપને પડકાર ફેંકશે કોંગ્રેસ, આ નેતાએ સંભાળ્યુ ગુજરાત મિશન


આ આવેદનપત્ર માં vip દર્શન બંધ સાથે 7 માંગણીઓ રજૂ કરાઈ છે. જે નીચે મુજબ છે.


  • ડાકોર ટેમ્પલ કમિટીનો વીઆઈપી દર્શન બંધ કરવા

  • સ્ત્રીઓની લાઈનમાં ફક્ત સ્ત્રીઓ જ હોવી જોઈએ

  • બોડાણાજી નું પુરાતન મંદિર વિકસાવવા બાબત

  • ડાકોર રણછોડરાય ટેમ્પલ કમિટી દ્વારા સારું અન્નશેત્ર વિકસાવા બાબત

  • બોડાણાજીના વંશજમાંથી ૧ વ્યક્તિને ટ્રસ્ટમાં સામેલ કરવા બાબત

  • ગોમતીજીની સાફ સફાઈ કરી સ્વચ્છ રાખવામાં આવે

  • ડાકોર બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગનું નામ બોડાણા માર્ગ રાખવા બાબત


ચારેતરફથી વિરોધના સૂર ઉઠ્યા 
ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ડાકોર મંદિરમાં પણ હવે VIP એન્ટ્રીની સુવિધા શરૂ કરાવી છે. ભગવાનની નજીક જવાનો ચાર્જ 500 રૂપિયા લેવાનો ટેમ્પલ કમિટીની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. ડાકોરમાં VIP દર્શન માટે રૂ.500 અને રૂ.250 નક્કી કરવામાં આવતાં ભક્તો-સેવકો નારાજ જોવા મળ્યા છે. મહત્વનું છે કે ડાકોર મંદિરમાં 500 અને 250 રૂપિયામાં વીઆઈપી દર્શન  કરવાનો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો હાલમાં જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા હિન્દુ સંગઠનના યુવાનો તથા ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનના સરપંચો મંદિરમાં વિરોધ પ્રકટ કરવા પહોંચ્યા હતા.  


સપ્ટેમ્બરમાં વરસાદની કોઈ આશા ન રાખતા, પરંતુ એક આકાશી આફતની આવવાની છે આગાહી


મંદિર દર્શનમાં વીઆઈપી કલ્ચરની એન્ટ્રી
ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કર્યા હતા. મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. હાલ કાઉન્ટર પર ચાર્જ ચૂકવી VIP દર્શનની મંજૂરી મેળવી શકાય છે. 


ગુજરાતીઓને વતન નહિ વિદેશ ગમે છે, જુલાઈ મહિનામાં આટલા લાખ લોકો વિદેશ ગયા


મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર, કમાણી પર નહીં
ટ્રસ્ટના ચેરમેન પરિન્દુ ભગતે ZEE 24 કલાકને કહ્યું હતું કે મંદિરનું ધ્યાન ભક્તોની સુવિધા પર છે, કમાણી પર નહીં. તેમણે જણાવ્યું કે 500 રૂપિયા લઈને ન્યોછાવર તરીકે નક્કી કર્યા છે. ભાઈઓ માટે 500 રૂપિયા અને બહેનો માટે 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 500 રૂપિયા અને 250 રૂપિયા સિવાય પણ અમુક એવા સંજોગોમાં પૈસા લીધા વિના પણ આ દર્શન કરાવી શકાશે. પૈસા એ ડાકોર માટે કોઈ અગત્યની વસ્તુ નથી. મંદિર કમાવવા બેઠું નથી. મંદિરની જ્યારે 5-7 કરોડની આવક છે ત્યારે મહિનાના 5-7 લાખ માટે મંદિર કેમ આવું કરે? મંદિર હંમેશાં આપવામાં માને છે. અમે ક્યારેય જાહેરાત નથી કરતા. અમે તો મંદિરમાં આવેલા પત્રિકાથી લઈને તમામ પૈસાનો લાડુ તરીકે પ્રસાદ આપીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, આ પૈસાનો ઉપયોગ યાત્રાળુઓની સુવિધા વધે એની પાછળ જ વાપરવામાં આવશે. ડાકોરમાં ભગવાનનાં દર્શન માટે 500 રૂપિયાની રકમ અંગે ફેર વિચારણા કરવા મંદિર ટ્રસ્ટ તૈયાર છે. 


ગુજરાતનો પ્રથમ ‘હરતોફરતો ક્લાસ’ બનાવનાર કચ્છી શિક્ષકનું રાષ્ટ્રપતિ કરશે સન્માન