સપ્ટેમ્બરમાં વરસાદની કોઈ આશા ન રાખતા, પરંતુ એક આકાશી આફતની આવવાની છે આગાહી

Gujarat Weather Forecast : વાતાવરણમાં ભેજ ઘટતા રાજ્યમાં ગરમીમાં થશે વધારો...હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની શક્યતા નહીંવત..સિઝનનો 94.5 ટકા વરસાદ પડી ગયો..
 

1/5
image

વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 7 દિવસ રાજ્યમાં સારા વરસાદની શક્યતા જરા પણ નથી. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેથી વરસાદ નહિ આવે અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 

2/5
image

આગામી સમયને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી દિવસોમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. ખાસ કરીને નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

3/5
image

તેમણે જણાવ્યું કે, આગાહી 4 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટશે. હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે થોડો ઘણો વરસાદ છે. પરંતુ તેના બાદ વરસાદ પણ ગાયબ થઈ જશે. સપ્ટેમ્બરમાં વરસાદની કોઈ આશા રાખવા જેવી નથી. કચ્છમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત છે. 

4/5
image

આ વિશેનું કારણે જણાવતા હવામાન વિભાગના એક્સપર્ટે કહ્યું કે, હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં આજે 34.5 ડિગ્રી તાપમાન છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ રહ્યો છે. 

5/5
image