Shravan Somvar સોમનાથ મંદિર : 17 ઓગસ્ટ થી શિવભક્તિનો મહાઉત્સવ એવો પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થવા જઇ રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટશે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોચવાના છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાત્રીઓને ઉત્તમ દર્શન અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. યાત્રીઓ માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. રેહવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સહિતની અનેકવિધ સુવિધાઓમાં શ્રાવણ માસમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષે શ્રાવણ માસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ વખતે યાત્રીઓની સંખ્યા ગત વર્ષ કરતાં નોંધપાત્ર માત્રામાં વધવાની સંભાવના છે. સોમનાથ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમો નું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે.શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે.


કિંગ ઓફ સાળંગપુરમાં દેશભક્તિ છલકાઈ, દેશ પ્રેમનાં રંગે રંગાયુ દાદાનું સાળંગપુર ધામ


શંખ સર્કલ થી સોમનાથ આવતા માર્ગ ને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જાહેરનામા હેઠળ વન વે કરવામાં આવ્યો છે. આવનાર વાહનો પાર્કિગમાંથી પાછળના ભાગે સદભાવના ગ્રાઉન્ડ તરફના માર્ગ પરથી બહાર નીકળશે. પાર્કિંગ માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી કેન્દ્ર બનાવવામાં આવશે જ્યાંથી લોકોને સૂચનાઓ તેમજ મંદિર સુધી જવા માટે નિશુલ્ક વાહન વ્યવસ્થા કરી આપવામાં આવશે


સોમનાથ મંદિર ની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે જે યાત્રીઓને કોઈપણ મદદ માર્ગદર્શન પૂરું પાડશે. વૃદ્ધો અને દિવ્યંગો માટે વ્હીલ ચેર પણ પૂરી પાડવામાં આવશે. તેમજ અહીથી સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે ગોલ્ફ કાર્ટ ની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે. પ્રવેશ વ્યવસ્થા એ રીતે રાખવામાં આવી છે જેમાં યાત્રીઓને પ્રથમ પોતાનો સમાન કલોક રૂમમાં જમાં કરાવી દર્શનની લાઈનમાં જવાનું રહેશે, તેમજ આ લાઈનમાં જ નિશુલ્ક જૂતાઘર વ્યવસ્થા પણ છે.


અંબાલાલ પટેલના લેટેસ્ટ અપડેટ : આ તારીખથી ગુજરાતમાં ચોમાસાના ચોથા રાઉન્ડની એન્ટ્રી થશે


મંદીરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ લગાડીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વરસાદ અને તડકાની પરિસ્થિતિમાં યાત્રીઓને અગવડ ન પડે તેની કાળજી રાખી છે.


આ ઉપરાંત નીચે મુજબના દિવસોમાં શ્રાવણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં શ્રી સોમનાથ મંદિર તથા શ્રી અહલ્યાબાઇ મંદિર સવારે 4-00 વાગ્યાથી રાત્રે 10-00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે


તારીખ તીથી દિવસ-તહેવાર
20/08/2023 શ્રાવણ સુદ ચોથ પ્રથમ રવિવાર
21/08/2023 શ્રાવણ સુદ પાંચમ પ્રથમ સોમવાર
27/08/2023 શ્રાવણ સુદ અગીયારસ દ્વિતીય રવિવાર
28/08/2023 શ્રાવણ સુદ બારસ દ્વિતીય સોમવાર
31/08/2023 શ્રાવણ સુદ પુર્ણિમાં રક્ષાબંધન
03/09/2023 શ્રાવણ વદ ચોથ તૃતિય રવિવાર
04/09/2023 શ્રાવણ વદ પાંચમ તૃતિય સોમવાર
07/09/2023 શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
10/09/2023 શ્રાવણ વદ અગીયારસ ચતુર્થ રવિવાર
11/09/2023 શ્રાવણ વદ બારસ ચતુર્થ સોમવાર
15/09/2023 શ્રાવણ વદ અમાસ અમાસ


મંદિરમાં જઈ રહેલ લોકો શ્રાવણ માસમાં લોકો ઓમ નમઃ શિવાય ની (માળા) જાપ કરી શકે તે માટે દિગ્વિજય દ્વાર સામે મંત્ર જાપ કુટીર ની વ્યવસ્થા સરદારશ્રી પ્રતિમા નજીક ગોઠવવામાં આવેલ છે. પ્રવેશ અને નિકાસ બન્ને રસ્તે શ્રધ્ધાળુઓ ને પીવાના પાણી માટે ફિલ્ટર પાણીના પરબ પણ ગોઠવવામાં આવ્યા છે.


કોઈ બચાવો, મારું બાળક નીચે પડી ગયું... માતાએ પોક મૂકીને રડતા કરુણ દ્રશ્યો સર્જાયા


આ શ્રાવણ માસમાં આવતા તમામ યાત્રિકો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ, પોલીસ સ્ટાફ, એસ.આર.પી તરફથી વર્તનમાં "અતિથિ દેવો ભવ:" નુ સુત્ર ચરિતાર્થ થાય તે માટે સંકલન કરીને મંદિરમાં રેહનાર તમામ સ્ટાફ ને શાલીન વર્તન અંગે સૂચના આપવામાં આવી છે.


શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારો અનુસાર અલગ-અલગ શણગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર રાશિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઇન તેમજ પૂજાવિધિ કાઉન્ટર પર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે.


વાળા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, શહીદ દીકરાના જન્મદિને જ બારમાની વિધિ કરવી પડી


સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, પાઘ પૂજા, માર્કન્ડેય પૂજા, કાલસર્પ યોગ નિવારણ વિધિ, સુવર્ણ કળશ પૂજન જેવી પૂજાના અનુભવને એક સ્તર ઉપર લઈ જવાં માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વખતે પ્રથમ વખત મંદિરના સંકીર્તન ભવન ખાતે સ્વતંત્ર પૂજા માળખું વિકસાવ્યું છે. જેમાં પૂજા નોંધણી, સ્લોટ અનુસાર પૂજા કાર્યક્રમ અને s.o.p હેઠળ આયોજન કરવામાં આવ્યા છે. જેના માટે વિશેષ અધિકારી કર્મચારી નો સ્ટાફ ફાળવવામાં આવેલ છે.


શ્રાવણમાસ દરમ્યાન ટ્રસ્ટની યજ્ઞશાળામાં મહામૃંત્યુંજય યજ્ઞમાં નજીવી ન્યોછાવર રાશિ થી ભાવિકો હોમ કરી યજ્ઞનો લાભ લઇ શકશે. તેમજ શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા માત્ર 21₹માં ઓનલાઇન બિલ્વ પૂજા નોંધાવી શકશે જેનો પ્રસાદ ભકતોને પોસ્ટ મારફત ઘરે બેઠા પહોંચાડવામાં આવશે


શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી પણ નિયમિત દર્શન અને આરતી નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial- ટ્વીટર @Somnath_Temple –યુટ્યુંબ SomnathTemple-Official Channel – ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial –વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 9726001008-સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન-ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.


નડિયાદમાં થઈ પાટણવાળી : સુએઝ પ્લાન્ટમાંથી મળ્યા નવજાતના શરીરના છુટા છુટા અંગો


સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામ માં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે


શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે.


રાજકોટની મહિલાએ બનાવી અનોખી રાખી, 1 ઈંચ રાખડીમાં આખી હનુમાન ચાલીસા કંડારી


શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે


શ્રાવણના પ્રથમ દિવસે શ્રાવણ સુદ એકમ તા.17/08/2023 ગુરૂવાર ના રોજ
સવારે 7-30 મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે તેમજ સવારે 7-45 વાગ્યે સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ થશે સવારે 8-00 વાગ્યે નુતન ધ્વજારોહણ કરવામાં આવશે.


સ્વતંત્રતા દિને 76 કિમી દોડ લગાવનાર અમદાવાદી મેનનો સંદેશ, જિમ વગર પણ સ્વસ્થ રહી શકાય