જ્યાં ભગવાન શિવે બ્રાહ્મણની હત્યા બાદ ત્રિશુલ નર્મદા નદીમાં ધોયું હતું, ત્યાં આવેલું છે આ મંદિર
Gujarat Tourism : નર્મદા બંધ બનવાને કારણે તે 1994 માં ડૂબમાં જવાથી ગુજરાત સરકારે અહી નવું મંદિર ગોરા ખાતે બનાવ્યું અને અહી પણ પરંપરાગત મેળો ભરાય છે
Gujarat Fesitvals જયેશ દોશી/નર્મદા : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના અમલમાં આવતા મૂળ સુલ્પાનેશ્વર મંદિર ડૂબમાં જતા સરકાર દ્વારા ગોરા ગામ ખાતે 1994 માં નવું મંદિર બનાવવામાં આવ્યું હતું. ડૂબાણમાં ગયેલા મંદિરમાં પણ ચૈત્રના અંતિમ ત્રણ દિવસ મેળો ભરાતો હતો. તે પરંપરા આજે પણ ચાલુ છે. નવા મંદિરમાં આજે પણ આ મેળો ભરાય છે અને હજારો શ્રધાળુઓ આજે પણ આ લોકમેળામાં મ્હાલી દર્શન કરી ધન્યતા અનુભવે છે.
નર્મદાના ગોરા ગામ પાસેના નવા શુલપાનેશ્વ્રર મંદિરે આજે પણચૈત્રી અમાસે પરંપરાગત લોક મેળો ભરાય છે. અહી ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના દર્શનાર્થીઓ મેળો માણવા આવે છે. એક માન્યતા પ્રમાણે હાલ જ્યાં નર્મદા બંધ છે તે બંધના પાછળના ભાગે આવેલા ભ્રુગુતુંન્ગ પર્વત પાસે ભગવાન શિવે તેમના ત્રિશુલથી અંધકાસુર દૈત્યનો નાશ કર્યો હતો. પરંતુ આ અંધકાસુર બ્રાહ્મણ હતો. તેથી ભગવાન શિવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. ભગવાન શિવે આ ત્રિશુલ પર લાગેલા રક્તને નર્મદા નદીમાં ધોતા તેમનું બ્રહ્મ હત્યાનું પાપ ધોવાયું હતું અને અહી તેઓનું સ્થાન શુલ્પાનેશ્વ્રર તરીકે સ્થાપિત થયું હતું.
તલાટીની પરીક્ષા માટે આ કામ કરવા માત્ર બે દિવસ રહ્યાં, બાકી હોય તો કરી લેજો
શુલપાનેશ્વર મંદિરના પૂજારી દેવેન્દ્ર મહારાજ કહે છે કે, એ દિવસે ચૈત્રી અમાસ હતી અને આ દિવસે દેવોએ અહી મેળો ભર્યો હતો. ત્યારથી આ શુલ્પાનેશ્વેર મંદિરે મેળો ભરાય છે. જોકે અસલ મંદિર મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે આવેલું હતું. પરંતુ નર્મદા બંધ બનવાને કારણે તે 1994 માં ડૂબમાં જવાથી ગુજરાત સરકારે અહી નવું મંદિર ગોરા ખાતે બનાવ્યું અને અહી પણ પરંપરાગત મેળો ભરાય છે.
નવસારીનું વર્ષોનું સપનું થશે સાકાર, હવે પાણી માટે બેડું ઉઠાવવું નહિ પડે
અસલ મંદિર ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે આવેલું હોવાને કારણે અહી ગુજરાત અને મહારાષ્ટ્રના દર્શનાર્થીઓ પણ આવતા હોય છે અને તેને કારણે જ આવતા આ તમામ દર્શનાર્થીઓને કોઈ અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા પણ પૂરી તકેદારી રાખવામાં આવે છે.
આ મેળાની બીજી વિશેષતા એ છે કે અહી ભગવાનને ચણામાંથી બનાવેલા દાળિયાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે અને તેને કારણે જ જાણે અહી દાળિયાનું આખે આખું બજાર ભરાય છે. દાળિયા વેચીને ગુજરાત બહારના લોકો પણ રોજગારી મેળવે છે. સાથે જ નર્મદા તટે આવેલું આ મંદિર હોવાથી લોકો નર્મદા સ્નાન કરીને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આજના સોશિયલ મીડિયાના યુગમાં તહેવારો અને લોકમેળાઓ દ્વારા જ સમાજ એકબીજાની નજીક આવે છે, ત્યારે આવા આ લોક મેળાની પરંપરા જળવાઈ રહે તે આજની પેઢીએ જ જોવું રહ્યું.