Surat News ચેતન પટેલ/સુરત : કોઇ ભગવાનને જીવતા કરચલા ચઢાવવામા આવતા હોય તેવી વાત તમે સાંભળી છે ખરી.. આ વાત સાંભળતા કદાચ અજૂગતી લાગશે. પરંતુ આ એક સત્ય ઘટના છે. સુરતમા એક એવુ મંદિર આવેલુ છે જ્યા બાધા પૂરી કરવા માટે ભગવાનને જીવતા કરચલા ચઢાવવામા આવે છે. અહીં બાધા પૂરી કરવા માટે આ દિવસે હજ્જારો લોકો મંદિરે આવતા હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ મંદિરની અલૌકિક ઘટના શું છે અને શા માટે અહી ભગવાનને કરચલા ચઢાવવામા આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાબત એક પૌરાણિક કથા સાથે જોડાયેલ છે. હજ્જારો વર્ષ પહેલા જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા, દરમિયાન ભગવાન રામના પિતા દશરથનું મોત નિપજયુ હતુ. ભગવાન રામ પોતે વનવાસ ભોગવી રહ્યા હતા, તેથી તેઓ પિતાની તર્પણ વિધિમા જઇ શકયા ન હતા. જેથી ભગવાન રામે તર્પણ વિધિ કરવાનુ નક્કી કરી દીધું હતું. 


સુરતમાં પત્રિકાકાંડ : ભાજપના મોટા નેતાને ઘરભેગા કરી દેવાયા, CCTVએ વટાણા વેરી દીધા


આ મંદિરનું નામ રામનાથ ઘેલા છે. ભગવાન રામે તીર મારીને પીપલોદના તાપી નદી કિનારે એક શિવલિંગ પ્રગટ કર્યુ હતું. જો કે આ શિવલિંગની પૂજા કરવા માટે બ્રાહ્મણ ન હતા. જેથી તેઓએ સમુદ્ર દેવને આહવાન કર્યુ હતુ કે, તેઓ પોતાના પિતાની તર્પણ વિધિમા આવે. ભગવાન રામની વાત સાંભળી ખુદ સમુદ્ર દેવ બ્રાહ્મણનું સ્વરુપ લઇને ત્યા આવ્યા હતા. જ્યા સમુદ્ર દેવની સાથે કરચલા પણ તેમની સાથે આવ્યા હતા અને તેઓ શિવલિંગ પર જઇને બેસી ગયા હતા. આ ઘટના બાદ સમુદ્ર દેવે કરચલાનું ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી રામને વિનંતી કરી હતી.


આ વિનંતી માની ભગવાન રામે કહ્યું હતું કે, અહીના શિવલિંગ પર જે પણ લોકો જીવતા કરચલા ચઢાવશે તેમના કાનની રસી કે દુખાવો દુર થઇ જશે. વર્ષોથી આ મંદિર સાથે આ અલૌકિક ઘટના જોડાયેલી છે. ત્યારથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યુ છે.   


2024 ના વર્ષની ભયાનક મોટી આગાહી : આ વર્ષે ભીષણ ગરમી પડશે


અહી પોષ વદ એકાદશીના દિવસે લોકો મંદિરમા દર્શાનાથે આવતા હોય છે. જેઓને પણ કાનમા રસી કે દુ ખાવાની સમસ્યા હોય તેઓ અહી ભગવાન પાસે બાધા લે છે અને ત્યારબાદ દુખાવો સારો થતા અહી શિવલિંગ પર કરચલા ચઢાવી બાધા પુરી કરે છે. પોષ વદ એકાદશી વર્ષમા એક જ વાર આવતી હોય છે. જેથી આજના દિવસે અહી હજ્જારોની સંખ્યામા ભક્તોજનો દર્શનાથે આવતા હોય છે. સુરત સિવાય અહી મુંબઇ તથા દિલ્હીથી પણ ભક્તજનો દર્શનાથે આવી પોતાની બાધા પુર્ણ કરે છે.


હવે કેનેડા જશો તો ભેરવાશો! કેનેડા સરકારના આ નિર્ણયથી ભારતીયોની હાલત વધુ કફોડી બનશે